Sunday, 08/09/2024
Dark Mode

દાહોદના તબીબે અંડાશયની સૌથી ભારે ગાંઠ વજાયનલ સર્જરીથી દૂર કરી વિક્રમ બનાવ્યો, એશિયા ખંડના 48 દેશોમાં સ્કાર વીના સર્જરી કરનારા પ્રથમ તબીબ..

November 30, 2021
        1688
દાહોદના તબીબે અંડાશયની સૌથી ભારે ગાંઠ વજાયનલ સર્જરીથી દૂર કરી વિક્રમ બનાવ્યો, એશિયા ખંડના 48 દેશોમાં સ્કાર વીના સર્જરી કરનારા પ્રથમ તબીબ..

જીગ્નેશ બારીયા :-  દાહોદ 

દાહોદના તબીબે અંડાશયની સૌથી ભારે ગાંઠ વજાયનલ સર્જરીથી દૂર કરી વિક્રમ બનાવ્યો

એમઆરઆઇ પણ ના થઇ શકે એટલી મેદસ્વીતા ધરાવતી મહિલાની ગાંઠનું સ્કાર વીના સર્જરી કરવાનો ડો. રાહુલ પડવાલનો વિક્રમ એશિયા બૂકમાં નોંધાયો

મધ્યપ્રદેશની મહિલાનું ૪૨ વર્ષીય વજન ૧૦૧ કિલો અને અઘરી ગણાતી વજાયનલ સર્જરી કરી બીજા દિવસે રજા મળી ગઇ

દાહોદ તા.30

દાહોદના તબીબે અંડાશયની સૌથી ભારે ગાંઠ વજાયનલ સર્જરીથી દૂર કરી વિક્રમ બનાવ્યો, એશિયા ખંડના 48 દેશોમાં સ્કાર વીના સર્જરી કરનારા પ્રથમ તબીબ..

 

 

દાહોદના એક તબીબે દર્દીની અતિવિશેષ શારીરિક સ્થિતિમાં પણ સાડા છ કિલોની અંડાશયની ગાંઠ કોઇ પણ ચીરકાપ વીના વજાયલન સર્જરીથી દૂર કરીને એશિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ઓપરેશન દર્જ કરાવ્યું છે. દાહોદના આ તબીબી આ પ્રકારની સ્કાર વીના સર્જરી કરનારા એશિયાના ૪૮ દેશોમાં પ્રથમ તબીબી છે. 

દાહોદના તબીબે અંડાશયની સૌથી ભારે ગાંઠ વજાયનલ સર્જરીથી દૂર કરી વિક્રમ બનાવ્યો, એશિયા ખંડના 48 દેશોમાં સ્કાર વીના સર્જરી કરનારા પ્રથમ તબીબ..

 

 

દાહોદના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. રાહુલ પડવાલે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે જણાવ્યું કે, દાહોદ નજીકના મધ્યપ્રદેશના સરહદી ગામની ૧૦૧ કિગ્રા જેટલું વજન ધરાવતી ૪૨ વર્ષીય મહિલાને મોટા અંડાશયમાં લગભગ ૩૦ થી ૪૦ સેમી. કદની ગાંઠ હોવાનું દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવેલ પરીક્ષણમાં નોંધાયું હતું. 

વિશેષ વાત તો એ હતી કે આ મહિલાને મેદસ્વીતાના લીધે એમઆરઆઇ પણ શક્ય ના બન્યું. ત્યારે દાહોદના તબીબ ડો રાહુલ પડવાલે આ દર્દીને વજાયનલ સર્જરીની અઘરી ગણાતી પદ્ધતિથી સર્જરી કરીને શરીરમાંથી ૬.૧ લીટર પ્રવાહી અને ૪૦૦ ગ્રામ જેટલું વજન ધરાવતો ઘન ભાગ મળી આશરે 6.5 કિગ્રાની ગાંઠ દુર કરી સફળતા મેળવી હતી. આધુનિક વિડીઓ લેરીન્ગોસ્કોપ મશીનની મદદથી વેસેલ સિલર મુકવામાં આવી હતી. ત્યારે દર્દીની બેહોશી શક્ય બનતા ઓપરેશન શક્ય બન્યું હતું.

યોનિમાર્ગ દ્વારા એકપણ ટાંકા વગર ‘નેચરલ ઓરીફાયસિસ’ પદ્ધતિને અનુસરીને તેમાં રહેલી મસમોટી ગાંઠ સાથે ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં વેસલ સિલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના લીધે ટાંકા જ લેવા નથી પડતા. આ પદ્ધતિમાં ઓપરેશન બાદ દર્દીના શરીરમાં બીજા દિવસે આ સર્જરીનું કોઈ નિશાન નથી રહેતું કે દર્દીને કોઈ પ્રકારે સ્ત્રાવ નથી આવતો.

તો આ દર્દીને બીજા જ દિવસે ડીસ્ચાર્જ પણ આપી દેવાયું હતું. આ મહિલાના અત્યંત મેદસ્વી શરીરની સાથે સાથે તેમના ગળાનો ભાગ પણ ખુબ જ જાડો અને સાંકડો હોઈ તેમાંથી દર્દીને બેભાન કરવા માટેની નળી શ્વાસનળીમાં નંખાય તેવી સંભાવના જ ના હતી.

ડો. પડવાલે કહ્યું કે, આ મહિલા દર્દી દાહોદના એક્સ-રે હાઉસ ખાતેના એમ.આર.આઈ. મશીનમાં વધુ પડતી મેદસ્વીતાના કારણે ફસાઈ જતા તેમનું પરીક્ષણ શક્ય ન બન્યું. ત્યારે આ મહિલાના યોનિમાર્ગેથી માઈક્રો નળી નાંખી તેના અંડાશયમાં રહેલી ૬.૫ કિગ્રા વજનની ગાંઠ દુર કરી છે. આ બાબત અમે ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડઝ અને એશિયા બૂક ઓફ રેકોર્ડઝમાં દર્જ કરાવી. એ સંસ્થાઓ દ્વારા થયેલી તપાસમાં એવું ફલિત થયું કે એશિયામાં સર્વ પ્રથમ વખત સૌથી ભારે ઓવિરીયન ટ્યુમર વજાયનલ સર્જરી દ્વારા દાહોદમાં દૂર કરવામાં આવી છે અને આ વિક્રમને પ્રમાણિત કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!