Sunday, 08/09/2024
Dark Mode

બીનખેતીના નકલી હુકમકાંડમાં નવો વળાંક: ફરિયાદી આરોપી નીકળ્યો.. દાહોદમાં બોગસ બિનખેતીના હુકમમાં ઈન્ચાર્જ ચીટનીશ વિજય ડામોરે નકલી હુકમોમાં સિક્કા માર્યા હોવાનો ખુલાસો..

June 15, 2024
        227
બીનખેતીના નકલી હુકમકાંડમાં નવો વળાંક: ફરિયાદી આરોપી નીકળ્યો..  દાહોદમાં બોગસ બિનખેતીના હુકમમાં ઈન્ચાર્જ ચીટનીશ વિજય ડામોરે નકલી હુકમોમાં સિક્કા માર્યા હોવાનો ખુલાસો..

#DahodLive#

બીનખેતીના નકલી હુકમકાંડમાં નવો વળાંક: ફરિયાદી આરોપી નીકળ્યો..

દાહોદમાં બોગસ બિનખેતીના હુકમમાં ઈન્ચાર્જ ચીટનીશ વિજય ડામોરે નકલી હુકમોમાં સિક્કા માર્યા હોવાનો ખુલાસો..

નકલી કચેરી પ્રકરણમાં ખરાઈ અંગે મામલતદાર દ્વારા પત્ર વ્યવહાર કરતા સિનિયર ક્લાર્ક દ્વારા કરાઈ માટે બોગસ પત્ર તૈયાર કર્યો.

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લાનો બહુચર્ચિત નકલી જમીન એન.એ પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જેમાં દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં સીનીયર ક્લાર્ક ઈન્ચાર્જ ચીટનીસનો પણ ચાર્જ બજાવતાં વિજય રમસુ ડામોરને પોલીસે ઝડપી પાડતાં દાહોદ જિલ્લા પંચાયત વિભાગના કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરતાં આવનાર દિવસોમાં અનેક આરોપીઓની સંડોવણી બહાર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાહોદ કસ્બા વિસ્તારની અને શહેર ફરતે આવેલ ગરીબ આદિવાસી ખેડૂતોની 73એએ નિયંત્રણ સત્તા પ્રકારની હોય કે પ્રીમિયમ ને પાત્ર ખેતીની જમીનો હોય આ પૈકી કેટલીક ખેતીની જમીનોમાં સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમ ને ભરપાઈ કર્યા વગર એટલે કે પ્રીમિયમની ચોરી કરીને નકલી બીનખેતીના હુકમોના આધારે ખેતીની જમીનોને બિનખેતીમાં ફેરવી દેનારા ચાલી રહેલા વગદાર ગોરખધંધાઓ પૈકી બે બહુચર્ચિત જમીન પ્રકરણો સામે આવતા દાહોદ શહેરના એ-ડિવિઝન અને બી-ડિવીઝન પોલીસ મથકોમાં 2 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેમાં દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે નકલી એન.એ હુકમ બાબતે ફરિયાદ દાખલ થઇ હતી, જેમાં ઝકરીયા મહેમુદ ટેલરની સર્વે નંબર 303, 305 અને 306 નંબરની જમીનોને બીનખેતી કરવાના જિલ્લા પંચાયતના નકલી હુકમો બનાવી એ નકલી હુકમો સીટી સર્વે કચેરીમા રજુ કરી નોંધ પડાવી પોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યાં હતાં, જેમાં આ ગુન્હામાં માસ્ટર માઈન્ડ શૈષવ પરીખ તેમજ ઝકરીયા મહેમુદ ટેલરની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. અને કોર્ટમા રજુ કરી બંન્ને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા, ત્યાર બાદ તેઓને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.

ત્યાર બાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં અને પુરાવાઓ, દસ્તાવેજાને ધ્યાનમાં લઈ પોલીસે ગતરોજ સાંજના સમયે દાહોદ જિલ્લા પંચાયત ખાતે ધામા નાંખ્યા હતાં અને જ્યાં જિલ્લા પંચાયત કચેરી ખાતે મહેસુલ શાખામાં સીનીયર ક્લાર્ક અને ઈન્ચાર્જ ચીટનીસનો પણ ચાર્જ સંભાળતા વિજય રમસુ ડામોરની પોલીસે અટકાયત કરતાં સમગ્ર જિલ્લા પંચાયત વિભાગમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

*ઇન્ચાર્જ ચીટનીશ (સિનિયર ક્લાર્ક) દ્વારા બોગસ NA ના હુકમ ઉપર DDO ના સિક્કા માર્યાની કબુલાત.*

ઉપરોક્ત સર્વે નંબરમાં શેશવ પરીખ દ્વારા સરકારી બાબુઓ સાથે મળીશ ડુપ્લિકેટ હુકમો બનાવ્યા હતાં.જેમાં સિક્કા મારવામાં વિજય ડામોરની ભુમિકા હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા જણાવ્યાં અનુસાર, આ ઉપરાંતના નકલી એન.એ પ્રકરણમાં ઉપરોક્ત આરોપીઓ દ્વારા આવી કેટલી જમીનોના નકલી હુકમો તૈયાર કર્યા હશે તે દિશામાં પણ તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવનાર દિવસોમાં આ નકલી એનએ પ્રકરણમાં હજુ કેટલાં આરોપીઓ પોલીસના સંકજામાં આવશે? તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

*નકલી કચેરી પ્રકરણમાં ખરાઈ અંગે મામલતદાર દ્વારા પત્ર વ્યવહાર કરતા સિનિયર ક્લાર્ક દ્વારા ખરાઈ માટે બોગસ પત્ર તૈયાર કર્યો.*

નકલીક કચેરી પ્રકરણ તપાસમાં આવતા દાહોદ મામલતદાર મનોજ મિશ્રા દ્વારા સર્વે નંબર 303, 305,306 માં એન્ટ્રી માટે દસ્તાવેજો આવતા મામલતદાર દ્વારા એન્ટ્રી પાડવા પહેલા દસ્તાવેજોની ચકાસણી કરતા કંઈક ખોટું થયા હોવાનું અણસાર આવી ગયું હતું. જેનાં પગલે બિનખેતીના હુકમ અંગે ખરાઈ કરવાં માટે મામલતદાર કચેરી દ્વારા જિલ્લા પંચાયતના મહેસૂલ વિભાગમાં પત્ર મોકલવામાં આવ્યો હતો. જે પત્રના જવાબમા સિનિયર ક્લાર્ક વિજય ડામોર દ્વારા બોગસ NA તૈયાર કર્યો હોવાથી પકડાઈ જવાના બીકે NA ની ખરાઈ અંગેનો બોગસ ઓર્ડર તૈયાર કર્યો હતો. જે ઓર્ડર બોગસ હોવાનું જાવક નંબરના આધારે પકડાવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!