રાજેશ વસાવે :- દાહોદ
ચૂંટણી પ્રક્રિયા ફેર એન્ડ વેલ પરિસ્થિતિમાં યોજાય તે માટે તંત્ર સજજ
દાહોદમાં ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ મતદાન મથકોની મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ પોલીસ અધિક્ષક દ્વારા વિઝીટ કરાઈ.
દાહોદ તા.06
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્ર એકશનમાં આવી ગયું છે.તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યા છે.તૈયારીઓ પૂર્ણ કરી પ્રિસાઇડિંગ ઓફિસરો તેમજ પોલિંગ એજન્ટોને VVPAT તેમજ ઈવીએમ મશીનો સાથે પોતપોતાના ફાળવેલા બૂથ પર જવા માટે રવાના કરી દેવામાં આવ્યા છે.ત્યારે આ લોકસભાની ચૂંટણી ફેર એન્ડ વેલ પરિસ્થિતિમાં યોજાય કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે મુખ્ય અધિકારી યોગેશ નિર્ગુડે તેમજ જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાએ ઝાલોદ ફતેપુરા ગરબાડા સહિતના અતિસંવેદનશીલ બુથોની મુલાકાત લીધી હતી.તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિર્દેશો તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ સમસ્યા કે ખામી સર્જાય તો કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ જેથી કરીને મતદાન પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની બાધા કે વિક્ષેપ આવે નહીં તે માટે જરૂરી સૂચનાઓ અને નિર્દેશ સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ બુથ પર ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા કર્મચારીઓ અધિકારીઓ તેમજ પોલીસને આપી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખની છે કે પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે પહેલેથી જ અગમચેતીના પગલાં લઈ લીધા છે.
પરંતુ ભૂતકાળમાં યોજાયેલ ચૂંટણીમાં જે પ્રકારની ઘર્ષણ કે અન્ય ઘટનાઓ સામે આવી તેમજ જે મતદાન મથકો પર બેથી વધારે બુથ હોય તેવો તમામ મતદાન મથકોને સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ મતદાન મથકોની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે.આ તમામ મતદાન મથકો ઉપર પોલીસ અને પોલીસ સ્ટાફનો વધારાનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે.તો ચૂંટણીની પૂર્વ સંધ્યાએ આ તમામ સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ મતદાન મથકો પર કરવામાં આવેલ કામગીરીનો અંતિમ સ્વરૂપનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી તેમાં જિલ્લા પોલીસવાળાએ વિઝીટ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.