Sunday, 08/09/2024
Dark Mode

લોકસભા ચૂંટણી ટાણે આપ- કોંગી કાર્યકર્તાઓનો ભાજપમાં ભરતી મેળો, આપ-કોંગ્રેસ બન્ને બેકફુટ પર.. આપ- અને કોંગ્રેસ બંને દિશાવિહીન, ચૂંટણી પ્રચારમાં નીરસતા, પક્ષમાં અંદરો અંદર ભાંગફોડની સ્થિતિ.!!

April 27, 2024
        840
લોકસભા ચૂંટણી ટાણે આપ- કોંગી કાર્યકર્તાઓનો ભાજપમાં ભરતી મેળો, આપ-કોંગ્રેસ બન્ને બેકફુટ પર..  આપ- અને કોંગ્રેસ બંને દિશાવિહીન, ચૂંટણી પ્રચારમાં નીરસતા, પક્ષમાં અંદરો અંદર ભાંગફોડની સ્થિતિ.!!

#DahodLive#

લોકસભા ચૂંટણી ટાણે આપ- કોંગી કાર્યકર્તાઓનો ભાજપમાં ભરતી મેળો, આપ-કોંગ્રેસ બન્ને બેકફુટ પર..

આપ- અને કોંગ્રેસ બંને દિશાવિહીન, ચૂંટણી પ્રચારમાં નીરસતા, પક્ષમાં અંદરો અંદર ભાંગફોડની સ્થિતિ.!!

દાહોદ તા.26

દાહોદ લોકસભા બેઠક મેળવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન સાબિત થશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ સંગઠનમાં જૂથબંદી ચરમસીમાએ પહોંચતા કાર્યકરોમાં અત્યંત નિરસતા જોવા મળી રહી છે.જેનાં પગલે કોંગ્રેસને સંપૂર્ણ આપ પર ભરોસો રાખવાની સ્થિતિ ઉદ્ભભવવા પામી હોવાનુ પ્રતીત થઈ રહ્યું છે.હાલ કોંગ્રેસ ની હાલત કૂતરું તાણે ભણી અને શિયાળ તાણે સીમ ભળી જેવી સ્થિતિ સર્જાતા કોંગ્રેસે મનોમંથન કરવાની સ્થિતિમાં આવી પહોંચી છે. અંતરંગ વર્તુળ દ્વારા જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સહિત કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ દાહોદની પરિસ્થિતિથી ચોકી ઉઠ્યા છે. અને દાહોદ ખાતે દોટ મૂકી ડેમેજ કંટ્રોલ માટે પ્રયત્નશીલ થનાર હોવાનો કોંગ્રેસના જ અંતરંગ વર્તુળ દ્વારા જાણવા મળ્યું છે. જોકે દાહોદ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બને તે રીતે કાર્ય કરવાના સૌ શપથ લીધેલા કાર્યકરો અચાનક જ કેમ નિષ્ક્રિય થઈ જતા ભારે આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે. કોંગ્રેસના ઉમેદવારો લોક સંપર્કમાં નીકળે ત્યારે ખૂબ જ જૂજ લોકો સાથે જોડાતા અને અન્ય કોઈ મેટા નેતાઓ સાથે ન હોવાથી કોંગ્રેસ કદાચ આ બેઠક કૃષણાંરપન કરે તો નવાઈ પામવા જેવું નહીં.હોય આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે દાહોદમાં કોંગ્રેસ આપના ભરોસે લોકસભાના ચૂંટણી મેદાનમાં હોય તેવું લાગી રહ્યું છે. અને સાથે સાથે પ્રચાર કાર્ય ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતા જેલમાં હોવાથી પહેલેથી જ બેકફૂટ પર આવેલી આમ આદમી પાર્ટી ભારે હૈયે પ્રચારમાં જોડાયેલી છે પરંતુ સેનાપતિ વગરની સેના કઈ રીતે ગઢ જીતશે.? અથવા પહેલેથી જ સંગઠનના નામે ગણ્યા ગાંઠિયા કાર્યકર્તાઓ સાથે લોકસભા મેદાનમાં આવેલી કોંગ્રેસ આમ આદમી પાર્ટી એકબીજાનો સહારો લઈ રહ્યા છે પરંતુ જે પ્રમાણે પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે તે પ્રમાણે કદાચ બાવાના બેઉ બગડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આમાંથી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભાજપમાં ભરતી મેળો જોતા આ કોંગ્રેસ અને આપ માટે ચૂંટણી ટાણે ખાલી થતું સંગઠન પડતા ઉપર પાટુ સમાન જોવા મળી રહ્યો છે. તારે આગામી લોકસભાની ચૂંટણીમાં કેવા સમીકરણો રચાય છે. તે હવે રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!