
લીમખેડામાં આરોગ્ય વિભાગની 49 ટીમોના ધામાં:ઘરે ઘરે જઈ મેલેરીયાના સર્વેની કામગીરી શરૂ કરાઈ.
દાહોદ તા.25
લીમખેડા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે 25મી એપ્રિલના રોજ મેલેરિયા દિવસને લઈને આરોગ્ય વિભાગની 49 ટીમો દ્વારા ઘરે ઘરે જઈને મેલેરિયાના શંકાસ્પદ કેસોને શોધવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે 25મી એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે લીમખેડા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર લીમખેડા તાલુકામા મેલેરીયા સર્વેની કામગીરી શરુ કરવામા આવી છે, આરોગ્ય વિભાગ દ્વારા આ મેલેરીયા સર્વે માટે 49 ટીમો બનાવવામા આવી છે, એક ટીમમા પાંચ કર્મચારીઓનો સમાવેશ કરવામા આવ્યો છે, જેમા CHO, MPHW, FHW, 2 આશાવર્કર મળી કર્મચારીઓની ટીમ ઘરે ઘરે જઈને પરિવારના સભ્યોની તપાસ કરશે અને જે કોઈ વ્યકિતમા મેલેરીયાના લક્ષણ જણાઈ આવે તો તેના સ્થળ ઉપર જ લોહીના નમુના લઇને લેબોરેટરી મા ચકાસણી અર્થે મોકલવામા આવશે,જે વ્યકિતનો રીપોર્ટ મેલેરીયા પોઝીટીવ આવે તો તેની આરોગ્ય વિભાગ તરફથી સારવાર કરવામા આવશે.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 22 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી આ મેલેરીયા સર્વે કરવામા આવશે, આરોગ્ય વિભાગ દ્વાર અંદાજિત 25 હજાર જેટલા ઘરોનો સર્વે કરવામા આવનાર છે. લીમખેડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મછારના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.