Thursday, 03/04/2025
Dark Mode

મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં “મારો મત, મારો અધિકાર”ના સ્લોગનની મહેંદી મુકાવી

April 25, 2024
        682
મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં “મારો મત, મારો અધિકાર”ના સ્લોગનની મહેંદી મુકાવી

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ – મત આપશે દાહોદ

ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ

મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં “મારો મત, મારો અધિકાર”ના સ્લોગનની મહેંદી મુકાવી

દાહોદ તા. ૨૫

મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં "મારો મત, મારો અધિકાર"ના સ્લોગનની મહેંદી મુકાવી

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં "મારો મત, મારો અધિકાર"ના સ્લોગનની મહેંદી મુકાવી

લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશભરમાં મહિલા મતદાતાઓને જાગૃત કરવા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. દાહોદ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં આજરોજ મદદનીશ ચુંટણી અધિકારી શ્રી નીલાંજસા રાજપૂતના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના બહેનોએ પોતાના હાથમાં “મારો મત મારો અધિકાર” સ્લોગનની મહેંદી બનાવી હતી. આ તકે મહિલા મતદાતાઓ પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરાયા હતા.

મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં "મારો મત, મારો અધિકાર"ના સ્લોગનની મહેંદી મુકાવી

‘હું મતદાન કરીશ’ના સેલ્ફી પોઈન્ટ સાથે જાગૃત નાગરીકો સેલ્ફી ફોટો પાડીને આવનાર લોકસભા ચૂંટણીમાં સહ પરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે . ઉપસ્થિત તમામ બહેનોએ મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.  

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!