Sunday, 08/09/2024
Dark Mode

લોકસભા ચૂંટણી – ૨૦૨૪મતગણતરી કેન્દ્ર અને EVM સ્ટ્રોંગરૂમની વ્યવસ્થાની મુલાકાત લેતા જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓ

April 23, 2024
        437
લોકસભા ચૂંટણી – ૨૦૨૪મતગણતરી કેન્દ્ર અને EVM સ્ટ્રોંગરૂમની વ્યવસ્થાની મુલાકાત લેતા જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓ

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા ચૂંટણી – ૨૦૨૪મતગણતરી કેન્દ્ર અને EVM સ્ટ્રોંગરૂમની વ્યવસ્થાની મુલાકાત લેતા જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઉભી થનારી વિવિધ વ્યવસ્થાઓ અંગે ઓબ્ઝર્વરશ્રીઓને માહિતી આપી

દાહોદ તા. ૨૩ 

લોકસભા ચૂંટણી - ૨૦૨૪મતગણતરી કેન્દ્ર અને EVM સ્ટ્રોંગરૂમની વ્યવસ્થાની મુલાકાત લેતા જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓ

આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બાદ દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં મતદાન માટે તૈયાર થયેલા EVM સ્ટ્રોંગરૂમમાં રખાશે અને મતગણતરી કેન્દ્ર ઉભું કરાશે. જેના સંદર્ભે સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે તેનું તમામ ઓબઝર્વર્સશ્રીઓ દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણી - ૨૦૨૪મતગણતરી કેન્દ્ર અને EVM સ્ટ્રોંગરૂમની વ્યવસ્થાની મુલાકાત લેતા જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓ

જનરલ ઓબ્ઝર્વરશ્રી મોહમ્મદ અકબર વાની, ખર્ચ ઓબ્ઝર્વરશ્રી શ્રેયસ કે. એમ. તેમજ પોલીસ ઓબ્ઝર્વરસુશ્રી નિવેદિતા કુકરેટી કુમારે અહીં હાથ ધરાનારી મતદાન વ્યવસ્થાની રૂબરૂ મુલાકાત કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ઓબ્ઝર્વરશ્રીઓને સરકારી ઇજનેરી કોલેજ સંકુલમાં વિવિધ સ્થળોએ ઉભી થનારી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

પોલીસ ઓબ્ઝર્વરસુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર દ્વારા નિરીક્ષણ કરતા જઈ સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમની વ્યવસ્થા વિશે જરૂરી સૂચના આપવામાં આવી હતી.

આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રાજદીપસિંહ ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારી તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી સકીના, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી હિમાની શાહ સહિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!