
રાજેશ વસાવે :- દાહોદ
પશ્ચિમ રેલવેના દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બન્યો બનાવ.
લીમખેડા નજીક માલગાડીનું કપલીંગ તૂટતાં બે બોગિઓ છૂટી પડી.
દાહોદ તા. ૨૨
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ પીપલોદ લીમખેડા સેક્શનમાં બપોરના સમયે પસાર થતી કોલસા ભરેલી ગુડસ ટ્રેનના બે બોગીઓ વચ્ચે કપલીગ છૂટું પડી જતા ગુડસ ટ્રેનને થોભાવવાની ફરજ પડી હતી. આ દરમિયાન રેલવે તંત્રના અધિકારીઓએ તાબડતોડ કંપલિંગને જોઈન્ટ કરી ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા રવાનગી કરી હતી. બપોરના સમય બનેલી આ ઘટનામાં રેલવે વ્યવહારને કોઈ અસર પડવા પામી નહોતી. પરંતુ બે બોગીયો વચ્ચે કપલીને છૂટું પડવું માનવીય ભૂલ છે કે કેમ ? તે તો રેલવે માટે તપાસનો વિષય બની ગયો પામેલ છે. પરંતુ રેલવે તંત્રના અધિકારીઓ ના જણાવ્યા અનુસાર કપલીંગ છૂટું પડવું એટલે રેલવેમાં રેલ પાર્ટ કહેવામાં આવે છે. દાહોદ થી પીપલોદ સેક્શન વચ્ચે ગર્વ અને ચડાવ હોવાથી આ શિક્ષણમાં રેલ પાર્ટનો બનાવ બનવું સામાન્ય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ટ્રેનોના ના સંચાલન સમયે આવી ઘટના બનતી હોય છે. તે સમયે બેબી એન્જિન લગાવી ટ્રેનને સંચાલિત કરવામાં આવે છે. જોકે આજના બનાવમાં લીમખેડા નજીક ગુડસ ટ્રેનનો કપ્લીંગ છૂટો પડતા રેલવે તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.