
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
દાહોદ સંસદીય મતવિસ્તાર માટે ખર્ચ ઓબ્ઝર્વરશ્રી શ્રેયસ કે. એમ. ની કરાઈ નિમણૂક
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી શ્રેયસ કે. એમ. ને વિશ્રામ ગૃહ દાહોદ ખાતેના કોન્ફરન્સરૂમમાં સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીમાં મળી શકાશે
દાહોદ તા. ૨૨
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે ખર્ચ નિયંત્રણની કામગીરીની દેખરેખ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રેયસ કે. એમ. ની નિમણુંક કરવામાં આવી છે.
ખર્ચ ઓબ્ઝર્વરશ્રી ને સામાન્ય જનતા તા. ૨૨/૦૪/૨૦૨૪ થી તા. ૩૦/૦૪/૨૦૨૪(રવિવાર સિવાય) અને તા.૦૧/૦૫/૨૦૨૪ થી તા.૦૭/૦૫/૨૦૨૪ (રવિવાર સિવાય) દરમિયાન સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીમાં વિશ્રામ ગૃહ દાહોદના કોન્ફરન્સ રૂમ ખાતે મળી શકશે. જેમનો મોબાઈલ નંબર ૬૩૫૩૩-૮૩૬૮૦ અને લેન્ડ લાઈન નં ૦૨૬૭૩ ૨૪૯૨૭૭ છે. અને ઈ – મેઈલ આઈડી Isobserever32024@gmail.com છે. જેની જાહેર જનતાએ નોંધ લેવી તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.