Thursday, 03/04/2025
Dark Mode

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

April 12, 2024
        545
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪  મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

દાહોદ: તા. ૧૨

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

લોકશાહીનો અવસર એટલે ચૂંટણી. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મત આપીને સહભાગી થવું, એ આપણા સૌની નૈતિક ફરજની સાથે એક લ્હાવો પણ છે. આજનો જાગૃત મતદાતા એ લોકતંત્રનો ભાગ્ય વિધાતા ગણાય છે. હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની જાહેરાત થઇ ચૂકી છે. જે અન્વયે આગામી તા. ૭ મે, ૨૦૨૪ના રોજ થનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં દાહોદ જિલ્લામાં મહત્તમ મતદારો સહભાગી થાય તેવી આશય સાથે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય પ્રયાસો દ્વારા મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે. 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

 દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા કેળવાઈ તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના દિશા-નિર્દેશ મુજબ મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 

“તા.૦૭ મેના રોજ અચૂક મતદાન કરે તથા “મતદાનથી વિશેષ કઈ નથી હું અવશ્ય મતદાન કરીશ” નો મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ દ્વારા જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ

 ‘હું મતદાર’ના સેલ્ફી પોઈન્ટ લગાવી લોકશાહીના અવસરની ઉજવણીમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે. દાહોદ ખાતે મોટી સંખ્યામાં લોકો ‘હું મતદાન કરીશ’ના સેલ્ફી પોઈન્ટની મુલાકાત લઇ રહ્યા છે જેમાં જાગૃત નાગરીકો સેલ્ફી ફોટો પાડીને આવનાર લોકસભા ચૂંટણીમાં સહ પરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે . 

 ‘દસ મિનિટ, દેશ માટે’ની નેમ સાથે દાહોદ જિલ્લાના મત વિસ્તારમાં જન-જન સુધી મતદાનનો સંદેશો પહોચડવા દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. તેમજ સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.ચૂંટણીમાં દરેક નાગરિકનો મત કીંમતી છે.ત્યારે “આવ્યો છે અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં.”ના સૂત્રને યાદ રાખીને મતદાતાઓ આગામી ૭મી મેના રોજ અવશ્ય મત આપીને લોકશાહીને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપે, તેવો જિલ્લા ચૂંટણી તંત્રનો અનુરોધ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!