રાહુલ ગારી :- ગરબાડા
અમદાવાદના સરખેજ પોલીસ મથકના ચોરી ગુનામાં નાસતા ફરતો વોન્ટેડ આરોપી નંઢેલાવ ગામેથી ઝડપાયો.
મંડળ આરોપીને ઝડપી પાડી જેસાવાડા પોલીસે વધુ કાર્યવાહી માટે અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ જ હાથ ધરી
ગરબાડા તા. ૮
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ.એમ રામે તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે અમદાવાદના સરખેજ પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતો સફળતા આરોપી મહેશભાઈ વસનાભાઈ ડામોર પોતાના ઘરે નઢેલાવ ગામ ખાતે આવેલ છે જે બાતમી ના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી માટે અમદાવાદ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.