
રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડીમાં વાહનચોર ટોળકી સક્રિય : મોટરસાયકલ ચોરાઈ, ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
ઝાલોદ તા.04
ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં પુના એક વખત વાહનચોર ટોળકી સક્રિય બની છે.ગતરોજ રાત્રીના સમયે બાઈક પર આવેલાં અજાણ્યા તસ્કરોએ મોટરસાયકલ ચોરી ફરાર થઈ જતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થવા પામી છે. અત્રે ઉલ્લેખની છે કે લીમડી શહેરમાં કરંબા રોડ વિસ્તારમાં રાત્રીના સમયે ત્રણ અજાણ્યા ઈસમો આવી Yamaha R15 bike ગાડી નંબર GJ.20.AJ.4164 નંબર ની ગાડી રાત્રિના સમયે લીમડીના કંરબા રોડ વિસ્તાર વિસ્તારમાં ત્રણ તસ્કરો દ્વારા બાઈકની ચોરી કરી ફરાર થયાં છે.જોકે આ ઘટના સીસીટીવી કેમેરા કેદ થવા પામી છે.સમગ્ર ના સંદર્ભે લીમડી પોલીસે સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે ભાળ મેળવી આગળની તપાસ કરી છે.