
લોકસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર સહિતાનો ભંગ,તંત્રની પોલમપોલ..
દાહોદ-ઝાલોદમાં આદર્શ આચારસંહિતાનો ઉલ્લંઘન, રાજકીય પક્ષના બીજ ચિત્રો જોવાતા આશ્ચર્ય..
દાહોદની રેલવે કોલોની તેમજ ઝાલોદના લીલવા ઠાકોર ગામે રાષ્ટ્રીય પક્ષના ભીતચિત્રો હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી.
દાહોદ તા. ૨
લોકસભા 2024 ની ચૂંટણીનો કાઉન્ટ શરૂ થઈ ગયો છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરી માં જોપરાયેલો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આચારસહિતા અમલમાં હોવાથી કોઈપણ રાષ્ટ્રીય પક્ષોના બેનર ભીતચિત્રો અથવા, હોડી આ તમામ કામગીરી ઉપર પ્રતિબંધ હોવાથી આવા કોઈપણ પ્રકારની સામગ્રી દૂર કરવાની જવાબદારી જે તે લાગતા ઓળખતા તંત્રના શિરે હોય છે.
આમ તો વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષોના વીજ ક્ષેત્રો બેનરો હોલ્ડિંગ આ તમામ સામગ્રીઓ દૂર કરવાની કામગીરી પહેલેથી જ કરી દીધી હતી પરંતુ દાહોદ શહેરના રેલવે કોલોનીમાં રાજકીય પક્ષના ભીંતચિત્રો નરી આંખે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે પણ રાજકીય પક્ષના ભિતચિત્રો જોવા મળતા આશ્વર્ય ફેલાવવા પામ્યો છે.
આમ તો વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તો આવા રાજકીય પક્ષોના પ્રતિબંધિત ચિત્રો ની ફરિયાદ તંત્રને હજી સુધી કેમ ના મળી.? અથવા તંત્ર દ્વારા આવા દૂર કરવામાં કેમ નથી આવ્યા.? આ અંગે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે આ ભીત ચિત્રો ક્યારે દૂર કરવામાં આવે છે. તે જોવું રહ્યું.