રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા શ્રી જે.એમ. રાવલ
દાહોદ તા. ૨૭
દાહોદનાં નિવાસી અધિક કલેક્ટર તરીકે શ્રી જે.એમ.રાવલ એ પદભાર ગ્રહણ કરી લીધો છે. તેઓએ જામનગર, સુરેન્દ્રનગરમાં વિવિધ પદો પર તેમજ જૂનાગઢ અને ઉનામાં પ્રાંત અધિકારી તરીકે, ઓ એસ ડી( જીઆઈડીસી) તેમજ કોમ્પ્યુટન્ટ ઓથોરિટી હેઠળ જીએસપીએલ, ગાંધીનગર ખાતે પોતાની સેવા બજાવી છે. ગુજરાત વહીવટી સેવામાં જોડાનાર શ્રી રાવલ વિવિધ સ્થળોએ નાયબ કલેક્ટર સહિતના પદો ઉપર પણ સેવા બજાવી છે. સ્વભાવે મિલનસાર અને મિતભાષીશ્રી રાવલના અનુભવનો લાભ દાહોદ જિલ્લા વહીવટી તંત્રને મળશે.
૦૦૦