Sunday, 08/09/2024
Dark Mode

332 કરોડનાં ખર્ચે રેલ કારખાનાનો બુનિયાદી ઢાંચો તૈયાર. દાહોદમાં 9 હજાર HPના ઈલેક્ટ્રિક લોકોમોટિવ ઉત્પાદન એકમ કારખાનાના પ્રથમ ફેઝનું PM નાં હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ.

March 12, 2024
        2908
332 કરોડનાં ખર્ચે રેલ કારખાનાનો બુનિયાદી ઢાંચો તૈયાર.  દાહોદમાં 9 હજાર HPના ઈલેક્ટ્રિક લોકોમોટિવ ઉત્પાદન એકમ કારખાનાના પ્રથમ ફેઝનું PM નાં હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ.

રાજેશ વસાવે :- દાહોદ  

332 કરોડનાં ખર્ચે રેલ કારખાનાનો બુનિયાદી ઢાંચો તૈયાર.

દાહોદમાં 9 હજાર HPના ઈલેક્ટ્રિક લોકોમોટિવ ઉત્પાદન એકમ કારખાનાના પ્રથમ ફેઝનું PM નાં હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ.

રેલ કારખાનામાં 11 વર્ષમાં 1200 એન્જીન તૈયાર થશે..

દાહોદ તા.૧૨

332 કરોડનાં ખર્ચે રેલ કારખાનાનો બુનિયાદી ઢાંચો તૈયાર. દાહોદમાં 9 હજાર HPના ઈલેક્ટ્રિક લોકોમોટિવ ઉત્પાદન એકમ કારખાનાના પ્રથમ ફેઝનું PM નાં હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં 85,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજે 6000 રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ,રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સમગ્ર દેશમાં 764 સ્થાનો પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ વર્કશોપમાં લોકો મેન્યુફેકચરીંગ યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલમાં દાહોદમાં રેલ્વે ઉત્પાદન એકમ ખાતે 9,000 HP ઈલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો હતો.પ્રોજેક્ટની અંદાજે 20,000 કરોડ રૂપિયા છે.દાહોદ વર્કશોપ, 1926 માં સ્ટીમ એન્જિનના સમયાંતરે ઓવરહોલ માટે સ્થપાયેલ હતું.અને ત્યાર પછી માળખાકીય સુધારાઓ સાથે ઈલેક્ટ્રિક લોકો મોટિવ ઉત્પાદન એકમમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. જેમાં આશરે 10,000 થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.વર્ષ 2023-24 થી 2033-34 સુધીના 11 વર્ષમાં દાહોદ સુવિધા ખાતે 1,200 લોકોમોટિવ એન્જીનનું ઉત્પાદન કરવામાં આવશે. જેમા સફળ બિડર પ્રથમ વર્ષમાં પાંચ અને બીજા વર્ષે 35 લોકોમોટિવસ સપ્લાય કરશે. ત્રીજા અને ચોથા વર્ષમાં દર વર્ષે 80 જેટલા લોકોમોટિવસ પૂરા પાડવામાં આવશે.પાંચમા અને છઠ્ઠા વર્ષમાં ઉત્પાદન વધારીને વાર્ષિક 100 લોકોમોટિવ કરવામાં આવશે.ત્યારબાદ 2033-34 સુધી પાંચ વર્ષ માટે વાર્ષિક 160 લોકોમોટિવસનું ઉત્પાદન કરવામાં આવશે. લોકોમોટિવનું ઉત્પાદન ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને કરવામાં આવશે અને તેમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ ટેગ હશે.આ દરમિયાન દાહોદ વર્કશોપ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે, CWM વિનય કુમાર અને અન્ય પ્રતિષ્ઠિત જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!