Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

March 6, 2024
        775
દાહોદ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

બાબુ સોલંકી :- સુખસર 

દાહોદ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

ફતેપુરા, લીમખેડા, ગરબાડા, ઝાલોદ દેવગઢ બારીયા અને દાહોદ વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયા

જિલ્લાની ૫૧૨ મહિલા સ્વસહાય જૂથોને રૂ.૬૪૩ લાખની કેશ ક્રેડિટ ધિરાણનું વિતરણ

વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું મહિલાશક્તિને વર્ચ્યુઅલી સંબોધન

નારીલક્ષી યોજનાઓએ મહિલાઓને ઓશિયાળી બનતા અટકાવી આત્મનિર્ભર બનાવી છે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

સુખસર,તા.૭

દાહોદ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા      

સમગ્ર દેશની સાથે દાહોદ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે ફતેપુરા, લીમખેડા, ગરબાડા, ઝાલોદ, દેવગઢ બારીયા અને દાહોદ સહિતના વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. 

દાહોદ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય વિતરણ સાથે દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમના ભાગ રૂપે જિલ્લાના ૫૧૨ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પ્રોડ્યુસર ગ્રૂપ ફંડ એમ કુલ રૂ.૬૪૩ લાખની કેશ ક્રેડિટ લોન ધિરાણ હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

આ તકે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડેએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારથી જ બહેનોને ઓશિયાળી ન બનવું પડે અને તેઓ આત્મનિર્ભર બને તે માટેની વિવિધ યોજનાઓની શરૂઆત કરી હતી. મહિલા કલ્યાણને પ્રાધાન્ય આપી વડાપ્રધાનશ્રીએ આંગણવાડીની બહેનોને ‘યશોદા માતા’નું બિરુદ આપી તેમનું આત્મગૌરવ અને સન્માન વધારવાનું કાર્ય કર્યુ હતું.

          તેમણે વધુમાં જણાવ્યું કે, વર્તમાન રાજ્ય સરકાર પણ સ્વ-સહાય જૂથ અને સખીમંડળની બહેનોને વિવિધ પ્રોત્સાહનો તથા રિવોલ્વિંગ ફંડ આપીને તેઓ આત્મનિર્ભર બની પોતાના પગભર ઉભી રહે તે માટેના પ્રયત્નો કરે છે. નાની બાળકીથી શરૂ કરી અને વયોવૃદ્ધ મહિલાઓ માટેની અનેક યોજનાઓ કાર્યરત કરી મહિલા ઉત્કર્ષને વેગ આપ્યો છે. તેમ જણાવી સુકન્યા સમૃદ્ધિ યોજના, ગંગા સ્વરૂપા યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આંગણવાડી યોજના, સરકારી નોકરીઓમાં મહિલા પ્રતિનિધિત્વ, બેટી બચાવો, બેટી પઢાઓ સહિતની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની સવિસ્તાર વાત કરી મહિલાઓને કઈ રીતે સક્ષમ બનાવી શકાય તે માટે રાજ્ય સરકારે આદરેલા પ્રયત્નોની વાત કરી હતી. 

         કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, મહિલાઓનું સન્માન થાય તેવા સંસ્કારો આપણી સંસ્કૃતિમાં પડેલા છે. આ ભાવને આગળ વધારતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ દ્વારા તેને આગળ ધપાવી રહ્યાં છે. તેમણે ઉપસ્થિત મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 આ પ્રસંગે સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. 

      આ નારીશક્તિ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન, કારોબારી સમિતીના ચેરમન અભેસિંહભાઈ, દેવગઢબારિયા અને ધાનપુરના તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ,મામલતદારશ્રી રાકેશ મોદી સહિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં સ્વ સહાય જૂથની મહિલા બહેનો ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!