Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તથા સંજેલી તાલુકાના આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં દહેજ,ડી.જે,દારૂ,દેવુ બંધ કરવા પહેલ કરતા ગામડાં!

January 28, 2024
        3248
ફતેપુરા તથા સંજેલી તાલુકાના આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં દહેજ,ડી.જે,દારૂ,દેવુ બંધ કરવા પહેલ કરતા ગામડાં!

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તથા સંજેલી તાલુકાના આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં દહેજ,ડી.જે,દારૂ,દેવુ બંધ કરવા પહેલ કરતા ગામડાં!

ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ,જવેસી તથા ઝેર જ્યારે સંજેલી તાલુકાના ડેઢીયા ગામે આદિવાસી સમાજના સભ્યોની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગનુ બંધારણ નક્કી કરાયું

સુખસર,તા.૨૭

ફતેપુરા તથા સંજેલી તાલુકાના આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં દહેજ,ડી.જે,દારૂ,દેવુ બંધ કરવા પહેલ કરતા ગામડાં!

આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોમાં રિબાતી પ્રજાને ગરીબાઈમાં ધકેલાતા જતા સમાજને બચાવવા બિરસામુંડા ભવન દાહોદ ભીલ સમુદાય દ્વારા ગામડે-ગામડે મીટીંગોનું આયોજન કરી આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી સામાજિક અને સમજદાર આગેવાનો દ્વારા પહેલ હાથ ધરવામાં આવી રહી છે.તેમાં ફતેપુરા તથા સંજેલી તાલુકાના કેટલાક ગામડાઓમાં જે-તે ગામના સ્થાનિક આગેવાનો દ્વારા ગ્રામજનો સાથે મીટીંગનું આયોજન કરી લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓમાં કાપ મુકવા પહેલ કરવામાં આવી રહી છે. અને સામાજિક બંધારણ નક્કી કરવામાં આવી રહ્યું છે.ત્યારે લગ્નના નામે થતા ખોટા ખર્ચ માંથી બચી ભવિષ્યમાં આદિવાસી સમાજ અવશ્ય ગરીબી રેખા ઉપર આવશે તેવા અણસાર જણાઈ રહ્યા છે.

       જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નીંદકાપુર્વ ગામે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ગામના આગેવાનો દ્વારા ગ્રામજનોની હાજરીમાં સામાજિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચમાં કાપ મુકવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમાં લગ્ન પ્રસંગ માં કન્યાના લગ્નના ખર્ચ પેટે વર પક્ષ પાસેથી રોકડ રૂપિયા ૧,૨૫૫૫૧/-જ્યારે કન્યાને વર પક્ષ તરફથી પાંચસો ગ્રામ ચાંદીના દાગીના તથા ત્રણ તોલા સોનાના દાગીના આપવા ઠરાવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે ગામમાં લગ્ન પ્રસંગ સમયે ડી.જે સદંતર બંધ રાખવા પણ બંધારણ કરવામાં આવ્યું છે.નોકરિયાત કન્યાના લગ્નના ખર્ચ માટે રૂપિયા ૨,૨૫૫૫૧/-જ્યારે દાગીનામાં જોઈએ તો છ તોલા સોનાના તથા પાંચસો ગ્રામ ચાંદીના દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છેતેમજ લગ્ન પ્રસંગમાં દારૂ સદંતર બંધ રાખવા પણ જણાવાયું છે. અગર કન્યા ઘર છોડી ભાગી જાય તો કન્યાને ભગાવી જનાર વ્યક્તિ પાસેથી રૂપિયા પાંચ લાખ દહેજ અથવા ખર્ચ પેટે વસૂલાત કરવાનો અને જેમાંથી ત્રણ લાખ સમાજમાં જમા રાખવા તથા બે લાખ રૂપિયા તે કન્યાના પિતાને આપવા માટે પણ બંધારણ કરવામાં આવ્યું છે. તેમજ લગ્ન પ્રસંગમાં દેશી ઢોલ લાવવા અને આવાજિંત્રમાં વધુમાં વધુ પાંચ હજાર સુધી ખર્ચ કરવા સહિત પ્રસંગમાં દાળ,ભાત,કંસાર અથવા કળી નું ભોજન રાખવાનું પણ ઠરાવવામાં આવ્યું છે.અને ઠરાવાયું છે કે,એક પત્ની હયાત હોવા છતાં બીજી પત્ની લાવે ત્યારે તેવા વ્યક્તિને રૂપિયા પાંચ લાખ રૂપિયા દંડ ફટકારવા ઠરાવ કરવામાં આવ્યું છે.જ્યારે સમાજની દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે ત્યારે લગ્ન કરી જનાર વ્યક્તિ પાસેથી રૂપિયા પાંચ લાખ દંડ પેટે લેવા અને તેવા લગ્ન કરનારને સમાજ બહાર મુકવા પણ ઠરાવવામાં આવ્યું છે.

       જ્યારે ફતેપુરા તાલુકાના જવેસી ગામે પણ ૨૬.જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સામાજિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.અને ગામના સામાજિક આગેવાનોએ ગ્રામજનોની સંમતિથી એક મંડળ બનાવ્યું હતું.અને આ મંડળ ગામમાં થતા લગ્ન પ્રસંગોમાં ચાંપતી નજર રાખે અને કોઈ વ્યક્તિ બંધારણ બહાર જાય નહીં તેના માટે ફળિયા દીઠ સભ્યો રાખી મંડળ બનાવવામાં આવ્યું છે.જ્યારે લગ્ન પ્રસંગમાં વર પક્ષ પાસેથી કન્યાના લગ્નના ખર્ચ પેટે રૂપિયા ૧,૫૧૦૦૦/-જ્યારે ત્રણ તોલા સોનું અને પાંચસો ગ્રામ ચાંદીના દાગીના લેવાનું ઠરાવવામાં આવ્યું છે.તેમજ લગ્ન પ્રસંગમાં કોઈ વ્યક્તિ ડી.જે નો ઉપયોગ કરશે તો તેને રૂપિયા ૨૦,૦૦૦/- દંડ સમાજ દ્વારા વસુલાત કરવામાં આવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.વધુમાં જણાવાયું છે કે, ગામમાંથી કોઈ છોકરી ભાગી જાય તો ભગાવી જનારને રૂપિયા ૨,૫૫૫૧/-દંડ ફટકારવા અને આ દંડ પૈકી રૂપિયા ૫૦,૦૦૦/-મંડળમાં જમા રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે.કન્યાને રૂપિયા ૨૫૦૦૦/- ની મર્યાદામાં રહીને કન્યાદાન કરવા તેમજ લગ્ન પ્રસંગમાં જમવા માટે દાળ,ભાત અને કંસાર રાખવા ઠરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

       ફતેપુરા તાલુકાના ઝેર ગામે પણ ૨૨.જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આદિવાસી સમાજની સમાજના સ્થાનિક આગેવાનો દ્વારા સામાજિક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.તેમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓને બચાવવા પહેલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.તેમાં કન્યાના લગ્નના ખર્ચ પેટે વર પક્ષ પાસેથી રૂપિયા ૫૧૦૦૦/- તથા દોઢ તોલા સોનાના જ્યારે સાતસો પચાસ ગ્રામ ચાંદીના દાગીના લેવા ઠરાવ કરવામાં આવ્યો છે.તેમજ જમણવારમાં દાળ,ભાત તથા કંસારનું ભોજન રાખવા ઠરાવવામાં આવ્યું છે. તેમજ ડી.જે,દારૂ સદંતર બંધ કરવા અને સમાજના બંધારણથી બહાર જતા લોકોનો સામાજિક બહિષ્કાર કરવા પણ ઠરાવ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળે છે.

      જ્યારે સંજેલી તાલુકાના ડેઢીયા ગામે ૨૬.જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આદિવાસી સમાજ દ્વારા સામાજિક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મિટિંગમાં કરવામાં આવેલ બંધારણ પ્રમાણે કન્યાના લગ્નના ખર્ચ પેટે વર પક્ષ પાસેથી રૂપિયા ૧,૫૧૦૦૦/-તથા અઢી તોલા સોનાના તથા પાંચસો ગ્રામ ચાંદીના દાગીના લેવા માટે ઠરાવવામાં આવી છે તેમજ ઠરાવ કરવામાં આવ્યો છે કે ચાંદ લે જવાનું બંધ કરવું કાપડું બંધ કરવું પાઘડી બંધ કરવી તેમ જ બીજે પણ સદંતર બંધ કરવા અને જમણવારમાં દાળ ભાત કંસાર અથવા કળી રાખવા તેમજ મામેરુ પણ બંધ રાખવા ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે સામાજિક રીતે ગણવામાં આવેલા બંધારણનો જે લોકો અનાદર કરશે તેવા લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે.

       હાલ ફતેપુરા તથા સંજેલી તાલુકાના વિવિધ ગામડાઓમાં ગામના આગેવાનો દ્વારા સ્થાનિક લોકો સાથે સામાજિક મીટીંગોનું આયોજન કરી સામાજિક પરિવર્તન લાવવા માટે પહેલ કરવામાં આવી રહી છે.તે ખૂબ જ પ્રશંસનીય અને આવકારદાયક બાબત કહી શકાય.પરંતુ જાણવા મળતી વિગતો મુજબ અલગ-અલગ ગામડાઓમાં લગ્નના ખર્ચ પેટે લેવામાં આવનાર ખર્ચના નાણા તેમજ સોના- ચાંદીના દાગીના ઓમાં પણ અંતર જણાઈ રહ્યું છે.ત્યારે માત્ર ફતેપુરા તાલુકો જ નહીં પરંતુ દાહોદ,પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજના સભ્યોએ એક સંપ થઈ કોઈને નહીં નફો નહીં નુકસાનના હિસાબે સમાંતર બંધારણ રાખવામાં આવે તો વધુ યોગ્ય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!