
બાબુ સોલંકી :- સુખસર
સરસ્વા પુર્વ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
સુખસર,તા.૮
કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ પદવી મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. રંજના માલ, અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નિતેશ મકવાણાને મુખ્ય અતિથિ તરીકે સ્થાન આપી વિશેષ સન્માન કરાયું હતું. તેમજ હિતેશભાઈ માલ તરફ થી શાળા ના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે અભ્યાસ ઉપયોગી કીટ આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ ના સારા અક્ષર આવતા હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ પ્રમાણે એક વિશેષ ભેટ આપવામાં આવી હતી. બાળકો નિયમિત શાળા એ આવે, ગૃહ કાર્ય, વાંચન લેખન , તેમજ અવનવી પ્રવૃત્તિઓમાં રસ દાખવતા થાય અને ખૂબ મહેનત કરી પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે અનુરોધ કરાયો હતો.
કાર્યક્રમમાં પુરેપૂરો સાથ સહકાર આપનાર શાળાના તમામ સ્ટાફ ને પણ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.