Saturday, 15/03/2025
Dark Mode

કે.સી.જી અમદાવાદ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા સમાયોજીત સાપ્તાહિકનું આયોજન કરવામાં આવ્યુ.

કે.સી.જી અમદાવાદ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા સમાયોજીત સાપ્તાહિકનું આયોજન કરવામાં આવ્યુ.

બાબુ સોલંકી :-  સુખસર 

કે. સી. જી અમદાવાદ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા સમાયોજીત સાપ્તાહિકનું આયોજન કરવામાં આવ્યુ.

કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી ૧૭૦ થી વધુ પ્રતિભાગી તેમજ ૧૪ જેટલા વિદ્વાન સંસ્કૃતગ્નો એ વ્યાખ્યાન આપ્યા હતા.

     ( પ્રતિનિધી ) સુખસર,તા.૫

        સંસ્કૃતશાસ્ત્ર અને કાવ્ય સાહિત્યમાં અનુસંધાનની દિશાઓ અને તકનીકો આ વિષયને કેન્દ્રિત રાખી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાનાં અનુસ્નાતક સંસ્કૃત વિભાગે KCG નાં સહયોગથી સાપ્તાહિક ઓનલાઈન ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ યોજ્યો. આ કાર્યક્રમના પ્રમુખ આયોજક ડૉ. રાજેશ વ્યાસે જણાવ્યું કે આ કાર્યક્રમ સંસ્કૃત સાહિત્ય અને સંશોધનને વેગ મળે તેમજ સંસ્કૃત વિષયનાં અધ્યાપકો અને શોધછાત્રોમાં સંશોધનના નવા વિચારો પ્રસ્થાપિત થાય એ માટે આ કાર્યક્રમ કર્યો આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી ૧૭૦ થી વધુ પ્રતિભાગી જોડાયા હતા તેમજ ૧૪ જેટલા વિદ્વાન સંસ્કૃતજ્ઞોએ પોતાના વ્યાખ્યાન આપ્યા હતા. સંસ્કૃતમાં કેવાં કેવાં સંશોધનો થઈ શકે એ માટે વિભિન્ન તજજ્ઞોએ વિષય વૈવિધ્યથી પોતાના વ્યાખ્યાનો આપ્યા હતા જેમાં પ્રો. ગોપબંધુ મિશ્ર, ડૉ. ચાંદકિરણ સલૂજા, પ્રો વસંતકુમાર ભટ્ટ, પ્રો. દેવસિંહ રાઠવા, પ્રો. નિરંજન પટેલ, પ્રો. શ્વેતા જેજૂરકર, ડૉ. મધુસૂદન પેના, ડૉ. મયૂરિબેન ભાટિયા, પ્રો. કમલેશ ચોક્સી, ડૉ. સરોજ કૌશલ, પ્રો. વસંતકુમાર ભટ્ટ, ડૉ. બલરામ શુકલા, શ્રી વિજયપાલ શાસ્ત્રી અને પ્રો. કૃષ્ણકુમાર પાંડે જેવા વિદ્વાનોએ પોતાના જ્ઞાનથી અમારાં સહભાગીઓને લાભાન્વિત કર્યા હતા.

                 ડૉ. રાજેશ વ્યાસ આ કાર્યક્રમ માટે કુલપતિ પ્રો. ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર ડૉ. અનિલ સોલંકી, તમામ ઈ.સી અને એ.સી મેમ્બર્સ, મીડિયા કન્વિનર, સંસ્કૃતનાં તમામ આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના સંસ્કૃતજ્ઞો તેમજ કે. સી. જીનાં એડવાઈઝર ડૉ. એ. યુ. પટેલ, કન્વિનર ડૉ. મહેશ એ. પટેલ અને સમગ્ર કે. સી. જી ટીમ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા. સ્નેહા વ્યાસ, ડૉ. મહેશ પટેલ, ડૉ. દિલીપસિંહ ચૌહાણ અને ડૉ. નરેશ વણઝારાને અનેક શુભેચ્છાઓ પાઠવે છે.

error: Content is protected !!