Sunday, 08/09/2024
Dark Mode

સુખસર કોલેજ રોડ રસ્તા ઉપર રેલાતા પાણીથી સ્થાનિકો સહિત રાહદારીઓ પરેશાન

December 17, 2023
        452
સુખસર કોલેજ રોડ રસ્તા ઉપર રેલાતા પાણીથી સ્થાનિકો સહિત રાહદારીઓ પરેશાન

બાબુ સોલંકી :- સુખસર 

સુખસર કોલેજ રોડ રસ્તા ઉપર રેલાતા પાણીથી સ્થાનિકો સહિત રાહદારીઓ પરેશાન

સુખસર બી.એડ કોલેજ રોડ પંચાલ ફળિયા ખાતે ગટર લાઈનના અભાવે વપરાશના પાણી રસ્તા ઉપર રેલાય છે

સુખસર,તા.૧૭ 

ફતેપુરા તાલુકાના સુખસર પંચાલ ફળિયાથી બી.એડ કોલેજ તરફ જતા રસ્તા ઉપર સ્થાનિક લોકોના ઘર વપરાશના પાણી રસ્તા ઉપર રેલાતા વાહન ચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.અને જેમાં એ ખાસ કરીને શાળા-કોલેજમાં જતાં વિદ્યાર્થીઓને અવર-જવર કરવામાં મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે. જ્યારે આસપાસમાં વસવાટ કરતા સ્થાનિક લોકોના ઘર વપરાશના આ પાણી રસ્તા ઉપર રેલાતા માખી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.જેના લીધે મચ્છરજન્ય રોગ પગ પેસરો કરે તે પહેલાં પંચાલ ફળિયાથી શાળા તથા બી.એડ કોલેજ તરફ જતા રસ્તાની સાઈડમાં વસવાટ કરતા સ્થાનિક લોકોના ઘર વપરાશના પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો સહિત શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને રાહદારી સહિત વાહન ચાલકોની માંગ ઉઠવા પામેલ હોવાનું નાથુભાઈ માળી દ્વારા જાણવા મળેલ છે.

      ઉપરોક્ત બાબતે તાત્કાલિક ધ્યાન આપી શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ તથા રાહદારી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા લાગતા-વળગતા તંત્ર દ્વારા ઘર વપરાશના રસ્તા ઉપર રેલાતા પાણીના નિકાલ માટે ગટર લાઈનની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!