દાહોદ તાલુકાના કતવારા ગામની ઘટના: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું.. સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલા તબીબે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આઈખું ટૂકાવ્યો.

Editor Dahod Live
1 Min Read

દાહોદ તાલુકાના કતવારા ગામની ઘટના: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું..

સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલા તબીબે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આઈખું ટૂકાવ્યો.

દાહોદ તા. ૨૧

 દાહોદ તાલુકાના કતવારામાં ખાનગીમાં પ્રેકટીશ કરતી 26 વર્ષીય મહિલા તબીબે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં દવાખાનાની ચાદર વડે પંખા પર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કતવારા ખાનગી દવાખાનુ ચલાવતી અને સાત વર્ષ પહેલા નિશાળ ફળીયામાં તેમના ઘરની સામે રહેતા મેહુલ કિશોરસિંહ હાંડા જોડે પ્રેમ લગ્ન કરનાર મેઘાબેન મેહુલ હાંડાએ ગતરોજ અગમ્ય કારણોસર તેમના રહેણાંક મકાનમાં પંખા પર દવાખાનાની ચાદર વડે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું. જે બાદ તેમના સાસરી પક્ષ તેમજ તેમના પિયર પક્ષના લોકો દ્વારા પંખા પર લટકેલી મેઘાબેનને નીચે ઉતારી દાહોદના ભરપોડા હોસ્પીટલ ખાતે લઈને દોડ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મેંઘાબેનને મૃત જાહેર કરતા પરિવારજનોમાં માતમ થવા જવા પામ્યો હતો.

 ઉપરોક્ત બનાવ સંદર્ભે કતવારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article