દાહોદ તાલુકાના નવાગામે પોલીસે એક મકાનમાં છાપો મારી એક યુવકને દેશી હાથ બનાવટના તમંચા  સાથે ઝડપી પાડયો..

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ

દાહોદ તાલુકાના નવાગામે પોલીસે એક મકાનમાં છાપો મારી એક યુવકને દેશી હાથ બનાવટના તમંચા  સાથે ઝડપી પાડયો 

દાહોદ તા.૧૬

દાહોદ તાલુકાના નવાગામ ખાતે એક ફળિયામાંથી એક ઘરમાંથી પોલીસને મળેલ બાતમીના આધારે ઘરમાં છાપો મારતાં ઘરમાંથી દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.૫ હજાર સાથે એકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 ગત તા.૧૪મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે નવાગામ ભીલવાડા ફળિયામાં રહેતો વસનાભાઈ ગજુભાઈ સંગાડાના મકાનમાં ઓચિંતો છાપો માર્યાે હતો. મકાનની તલાસી લેતાં ઘરમાં સંતાડી રાખે પોતાના અંગત ઉપયોગ માટે કે, કોઈને વેચવા અથવા તબદીલ કરવા માટે અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.૫ હજાર સાથે વસનાભાઈ ગજુભાઈ સંગાડાને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

આ સંબંધે કતવારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————-

Share This Article