*નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના એન.એસ.એસ. એકમ દ્ધારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું*
દાહોદ તા. ૧૨
દાહોદ, તા. ૧૨/૦૮/૨૩, ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ , દાહોદ ના એન.એન.એસ યુનિટ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત”મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન દ્વારા કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નવજીવન સાયન્સ કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.જી.જે.ખરાદી સર, કોલેજના સ્ટાફ સભ્યો, એન.એસ.એસ. ના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આચાર્યશ્રી, સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓ દ્ધારા કોલેજ કેમ્પસમાં ૫૦ જેટલા વિવિધ વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા હતા, અને પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કાર્યકારી આચાર્ય ડૉ. જી.જે. ખરાદી ના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પી.ઓ. ડૉ.એસ.એ.પટેલ અને શ્રી. રાહુલ ગોહિલ અને એન.એસ.એસ. સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.