રાજેશ વસાવે દાહોદ
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની સાંસ્કૃતિક રેલીમાં સામાજિક એકતા સાથે આવકારવા બદલ સમગ્ર દાહોદ વાસીઓનો આભાર :- (આદિવાસી પરિવાર )
દાહોદ જિલ્લાના ના સૌ આદિવાસી ભાઈઓ બહેનો…
દાહોદ તા.૯
વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી માં આપ સૌએ સામેલ થઈ ને ઉત્સાહભેર ભાગ લીધો એના માટે સૌને ખુબ ખુબ અભિનંદન… અને સૌનો ખુબ ખુબ આભાર…
ખાસ કરીને જિલ્લા કક્ષાની આદિવાસી સાંસ્કૃતિક મહારેલી માં પધારેલ સૌ ભાઈ બહેનો ને ખુબ ખુબ અભિનંદન..અને ખુબ આભાર…. ખુબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો રેલી પધાર્યા હતા…માનો જનસૈલાબ ઉમટ્યો હતો….સૌએ ઉત્સાહ ભેર સ્વયં શિસ્ત સાથે.. નાચગાન સાથે.. આ રેલી માં ભાગ લીધો.. સંપુર્ણ કાયદો વ્યવસ્થા નું સ્વયંભુ પાલન કર્યું…..અને ખુબ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં રેલી શરૂ થઈ..એને એવા જ નાચગાન હર્ષોલ્લાસ સાથે રેલી પુરી થઈ… આદિવાસી સમાજની શાંતિપ્રિય સમાજ….. પ્રકૃતિ પ્રેમી….પ્રકૃતિ પુજક… પ્રકૃતિ સંરક્ષક સમાજ.. તરીકે ની પ્રતિષ્ઠા ને વધુ ઉજાગર કરી છે..વધુ મજબુત કરી છે….આજની રેલીમાં સામાજિક એકતા ના પણ રુબરુ અવિસ્મરણીય દર્શન થયા છે..જે આદિવાસી સમાજ ના વિકાસ માટે …આદિવાસી સમાજ ની પ્રગતિ માટે.. હંમેશા જરૂરી છે..
આજની આદિવાસી સાંસ્કૃતિક મહારેલી માં દાહોદ ના વિવિધ સમાજો તરફથી સ્વાગત અને નાસ્તા પાણી ની ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી…અને મહારેલી ના માનમાં પોતાની દુકાનો અને ધંધા રોજગાર પણ બંધ રાખીને જે સાથ સહકાર આપ્યો છે..એના માટે આદિવાસી સમાજ દાહોદવાસીઓ નો પણ ખુબ ખુબ આભાર માને છે…
જિલ્લા પ્રશાસન અને ખાસ કરીને જિલ્લા પોલીસ તંત્ર માનનીય જિલ્લા પોલીસવડા અને એ. સ. પી. તેમજ એ ડિવિઝન તેમજ બી ડિવિઝન અને એમના પુરા તંત્ર દ્વારા આદિવાસી મહારેલી માં કાયદા અને વ્યવસ્થાની એક નંબર વ્યવસ્થા કરી હતી.. સૌથી મોટો આનંદ એ હતો પુરું પોલીસ તંત્ર એક વહીવટી તંત્ર નહીં ..પણ આદિવાસી સમાજ ના ભાગ રુપ હોય એવી રીતે આનંદ અને પ્રેમ થી આ રેલી ની પુરી વ્યવસ્થા સંભાળી હતી…એના માટે પુરો આદિવાસી સમાજ જિલ્લા પોલીસ તંત્ર નો ખુબ ખુબ આભાર માને છે…
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ના આયોજન થી લઈને મહારેલી ના પુરા આયોજન માં જિલ્લા ના સૌ પત્રકાર મિત્રો નો પણ ખુબ ખુબ સહયોગ રહ્યો છે…. પત્રકાર મિત્રો એ પણ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નો આનંદ ઉઠાવ્યો છે.. આદિવાસી સમાજ જિલ્લા ના તમામ પત્રકાર મિત્રો નો પણ હ્રદય પૂર્વક આભાર માને છે…
જિલ્લા કક્ષાની વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી અને દાહોદ ખાતે ની મહારેલી ના આયોજન માં રહેલ આયોજન સમિતિના સૌ સભ્યો અને એમાં જોડાયેલા સહભાગી થયેલા સૌ ભાઈબહેનો ને મહારેલી ની સફળતા માટે ખુબ ખુબ અભિનંદન..અને સૌનો ખુબ ખુબ આભાર …
જય આદિવાસી
જય જોહાર..