
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે અગ્નિશામક દળ દ્વારા મોકડ્રિલ યોજાઈ.
અગ્નિસામક દળ ની ટીમે આપાતકાલીન પરિસ્થિતિમાં કયા ફાયર ઇન્સ્ટ્રુમેન્ટનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે તાલીમ આપી…
દાહોદ તા.05
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે દાહોદ અગ્નિશામક દળના ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ આર જૈન તથા ફાયર સ્ટાફ સાથે આજરોજ ઝાયડસ હોસ્પિટલના ફાયર એજ્યુકેટીવ ઓફિસર વિજય સેનવા ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સીઈઓ સંજય કુમાર તેમજ ફાયર સ્ટાફ ની ઉપસ્થિતિમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓને આપાતકાલીન પરિસ્થિતિમાં જો આગ લાગે અથવા અન્ય કોઈ અકસ્માત સર્જાય તો કેવી રીતે આપાતકાલીન પરિસ્થિતિમાં કામ કરવું તે અંગે તાલીમ આપવામાં આવી હતી તો સાથે સાથે આવી વિકટ પરિસ્થિતિમાં કયા ફાયર એક્સ્ટ્રીગ્યુંસર હોસ્પિટલમાં લાગેલા ફાયર સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો અને કઈ કઈ બાબતોનો ધ્યાન રાખવું તે અંગે સમજણ આપવામાં આવી હતી તો હરેશ ક્યો અંગે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત સ્ટાપની ઉપસ્થિતિમાં ફાયર ઇન્સ્પેક્ટર દિપેશ.આર જૈન તેમજ ફાયર ના જવાનો દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ મેનેજર પ્રકાશ પટેલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ભરત હઠીલા, નોન ટિસિંગ સ્ટાફ,નર્સિંગ સ્ટાફ, હાઉસકીપિંગ સ્ટાફ સિક્યુરિટી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..