રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં મોહરમ પર્વના જુલુસ દરમિયાન આદિવાસી સમાજે પાણીનું વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવ્યા..
પ્રકૃતિની પૂજા કરનાર આદિવાસી સમાજે બિરસા મુંડા ચોક ખાતે તાજીયાના જુલુસમાં મુસ્લિમ સમાજના લોકોની તરસ બુઝાવી…
દાહોદ તા.૩૦

દાહોદ શહેરમાં તારીખ 29 મી જુલાઈના રોજ મુસ્લિમ સમાજ દ્રારા મોહરમ મહિનાના તાજીયાઓનું જુલુસ કાઢવામાં આવ્યું હતું.જેમાં આદિવાસી સમાજે બિરસા મુન્ડા ચોક ખાતે મુસ્લિમ સમાજ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરતા માનવતાની મિશાલ ઉભી કરી હતી.જેમાં આદિવાસી સમાજે મુસ્લિમ સમાજ પ્રત્યે લાગણી દર્શાવી હતી જેમાં

મુસ્લિમ સમાજના લોકો કે જે લોકો તાજીયાઓના જુલુસમાં જોડાયેલા હતા તેમના માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આગળ આવ્યા હતા.તેમને પીવાના પાણી માટે વ્યવસ્થા ઉભી કરી હતી જોકે ખરેખર આવી પરિસ્તિથીમાં દરેક ધર્મના લોકોને એક બીજાને પરસ્પર રહી મદદ કરતા રહે તો દેશમાં એકતા જળવાય રહે તે હેતુથી આદિવાસી સમાજ આગળ આવ્યો હતો અને તાજીયાના જુલુસમાં આવેલા લોકોને પીવાના પાણીની બોટલો આપવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના યુવાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બિરસા મુન્ડા ચોક ખાતેથી તાજીયાઓના જુલુસ નીકળતા હતા ત્યારે તેમને વરસતા વરસાદમાં પણ આદિવાસી સમાજે માનવતા મહેકાવી હતી અને દરેક લોકોને પીવાના પાણીની બોટલો આપવામાં આવી હતી.
