સુખસરમાં મહાદેવ મંદિર નજીકના દબાણ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ મામલતદાર એ વહેલી તકે બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવાની બાહેધરી આપી

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી સુખસર 

સુખસરમાં મહાદેવ મંદિર નજીકના દબાણ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ

મામલતદાર એ વહેલી તકે બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવાની બાહેધરી આપી

દબાણકરતાઓએ રહેણાંક અને નિરાધાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી તંત્રને ગેરમાર્ગે દોરી જમીન નામે કરાવવાની તજવીજ કરી હતી

( પ્રતિનિધિ ) સુખસર,તા.27

       ફતેપુરા તાલુકાના સુખસર ખાતે મહાદેવ મંદિર નજીકમાં ધર્મશાળા ની જગ્યાએ પાકા દબાણો કરી દેવાયા છે.અને દબાણકર્તાં ઓ દ્વારા રહેણાક મકાન તેમજ નિરાધાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી સ્થાનિક તંત્રની મિલીભગતથી માલિકી તેમજ સરકારી પડતર જમીન નામે કરવાની તજવીજ હાથ ધરી હતી.જે બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ હતી.જેમાં મામલતદાર દ્વારા વહેલી તકે માપણી કરાવીને બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી.

         ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર બનાવવા માટે સર્વે નંબર 24 માંથી જમીન દાનમાં આપી હતી.અને નજીકમાં ધર્મશાળા બનાવવા માટેની પણ જમીનદારમાં આવતી હતી.જેમાં સુખસરના કહેવાતા માલેતુજારો દ્વારા પાક્કી વ્યવસાય હેતુ દુકાનો બનાવી દેવાઇ છે.અને સર્વે નંબર 24 આગળ સર્વે નંબર 23 જે સરકારી પડતર જમીન છે તેમાં પણ દબાણ કરી આલીશાન દુકાનો બનાવી દીધી છે.અને સ્થાનિક વહીવટી તંત્રની મિલીભગતથી રહેણાંક અને નિરાધાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી માલિકી તેમજ સરકારી જમીન દબાણ કરતા દ્વારા પોતાના નામે કરવાની ફાઈલ તાલુકા પ્રાંત તેમજ કલેકટર કચેરી માં મોકલવામાં આવી છે.જેથી આ ફાઈલ રદ કરાવવા માટે તેમજ દબાણ દૂર કરવા માટે અરજી આપવામાં આવી હતી.અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી.જેમાં બુધવારના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત બાબતે મામલતદાર દ્વારા સર્વે નંબર 23 અને 24 ની સંપૂર્ણ માપણી કરી બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Share This Article