દાહોદ રેલ્વે સ્ટેશન પર DRM દ્વારા ઇન્સ્પેક્શન યોજી સાંસદની ઉપસ્થિતિમાં પીટોલ રેલ્વે સ્ટેશનનું ખાતમુહુર્ત કર્યુ..

Editor Dahod Live
6 Min Read

દાહોદ રેલ્વે સ્ટેશન પર DRM દ્વારા ઇન્સ્પેક્શન યોજી સાંસદની ઉપસ્થિતિમાં પીટોલ રેલ્વે સ્ટેશનનું ખાતમુહુર્ત કર્યુ..

સાંસદ તેમજ DRUCC ના સદસ્યોએ રેલ્વે સબંધી બાબતો માટે ૧૬ મુદ્દાઓ સાથેની યાદી સુપરત કરી…

DRM એ તમામ માંગો પૂરી કરવા આશ્વાસન આપ્યું…

દાહોદ તા.૧૮

પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ દાહોદ રેલ્વે સ્ટેશન પર આજરોજ રેલ મહા પ્રબંધક રતલામ ડિવિઝન દાહોદના પ્રશ્નો માટે અને સાથે સાથે સ્ટેશનના ઇન્સ્પેકશન હેતુ લાંબા સમયનું રોકાણ કર્યુ હતું. સાંસદ DRUCC ના સદસ્યો તથા રેલવેના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે લાંબી બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ દ્વારા દાહોદ રેલવે સ્ટેશનને લાગતી ૧૬ જેટલી બાબતોની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જે પૈકી ૫ સમસ્યાનું નિરાકરણ તો બેઠકમાં જ હલ કરી દેવામાં આવ્યું હતું. તો DRM કક્ષાથી લેવાતા નિર્ણયમાં એક સપ્તાહના સમયમાં સમસ્યાઓ સુલજાવી અને માંગણી પૂરી કરવાની ખાત્રી અપાઈ હતી. જ્યારે કેટલાંક મુદ્દા જીએમ તેમજ રેલવે મંત્રાલયને લાગુ પડતા હોય ત્યા યોગ્ય ભલામણ કરી તમામ પ્રશ્નોની હલ કરવાની હૈયા ધરપત પણ આપવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ રતલામ મંડળના ડીઆરએમ સાથેની આજની આ બેઠક હકારાત્મક

 

રહી હતી. મીટીંગ પુર્ણ થયા બાદ દાહોદ ઇન્દોર રેલ પરિયોજનામાં સમાવિષ્ટ પિટોલ (ઉચવાનીયા) ખાતે નિર્માણ પામનાર રેલવે સ્ટેશનનો ખાતમુહૂર્ત પણ સાંસદ, ધારાસભ્ય, સ્થાનિક સરપંચોની હાજરીમાં સંપન્ન થયું હતુ.

દાહોદ ઈન્દોર રેલ પરિયોજના અંતર્ગત ગૂજરાત તરફનો ભાગ એટલે કે પીટોલ સુધીના ભાગમાં તમામ અવરોધો દૂર થતા હવે નજીકના સમયમાં પુર્ણ કરવાની દિશામાં રેલ્વે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

દાહોદ ખાતે આવેલાં DRM રજનીશ કુમાર, સાંસદ જશવંત સિંહ ભાભોર, અન્ય રેલવેના ઉચ્ચ અધિકારીઓ,DRUCC ના સભ્યો, ધારાસભ્ય વિગેરે દાહોદ રેલવે પ્લેટફોર્મ પર ૨ નબરના પ્લેટફોર્મ પર બટરફ્લાય સેડ બનાવવા, ગોડીરોડ તરફ઼ની ટીકીટ વિન્ડો શરૂ કરવાં, દાહોદ ઉજ્જૈન મેમુ ને પ્લેટફોર્મ નંબર એક પર લાવવા , પ્લેટફોર્મના મેન એન્ટ્રેન્સ પર ટ્રેનોના આવા ગમનની માહીતી માટે ડિસ્પ્લે મુકવા બાબત , બે નંબરના પ્લેટફોર્મ પર જવા માટે લિફ્ટની સુવિધા સાથે રેમ્પ બનાવવા, કુલીઓની સંખ્યા વધારવા, રેલ્વે સ્ટેશન ખાતે દાહોદ ભોપાલ ઇન્ટરસિટીનો સ્ટોપેજ ફાળવવા , વલસાડ દાહોદ તેમજ આણંદ દાહોદ મેમુ શરૂ કરવા, રેલવે સ્ટેશન પર ઉચ્ચ શ્રેણીનું એટલે કે એસી પ્રતીક્ષાલ્ ય બનાવવા , ઝાલોદ રોડ થી કાલે ડેમ તરફ રેલવેની પ્રીમીસીસમાં આવેલા રોડના ગામરીકરણ માટે આરએનબી પંચાયત વિભાગને મંજૂરી આપવા બાબત, દાહોદ રેલવે સ્ટેશન પર નવીન રિઝર્વેશન ટિકિટ વિન્ડો શરૂ કરવાં, રેલવે સ્ટેશન ખાતે આવેલા સ્ટોલના ભાડા ઘટાડવા , દાહોદ રેલવે કોલોનીમાં બાયપાસ મારગ બનાવવા માટે, રેલવે પેન્શનર વેલ્ફેર એસોસિએશન દાહોદ ને ઓફિસના સંચાલન કરવા આપેલા મકાનને ખાલી કરવા બાબત સહીતની રજૂઆતો માટે લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી . આ પૈકી, દાહોદ થી આણંદ જતી પરંતુ આણંદ થી દાહોદ પરત ન આવતી મેમોને તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની હૈયા ધરપત અપાઈ હતી, દાહોદ સ્ટેશન હોલમાં રેલવેની સમયસરણી દર્શાવતી ડિસ્પ્લે મુકવા, ગોદી રોડ તરફની ટિકિટ વિન્ડો રિઝર્વેશનની સુવિધા સાથે શરૂ કરવા, દાહોદ ઉજ્જૈન મેમુને એક નંબર પર લેવા માટે, સેવાસદન નજીકથી કાલે ડેમ જતા રોડને ડામરીકરણ માટે જરૂરી કાર્યવાહી કરવા તાત્કાલિક મંજૂરી આપી હતી. એટલું જ નહીં દાહોદ વડોદરા મેમુ, જે કોરોના કાળ દરમિયાન બંધ થઈ ગઈ હતી તેને ચાલુ કરવાની પણ હૈયા ધરપત અપાઈ હતી. તથા દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાનું કામ પણ ખૂબ જ ઝડપથી પ્રગતિમાં હોવાનુ DRM દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો એના ભાગરૂપે જ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સહીત ના અગ્રણીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં પિટોલ (ઉચવાણીયા) કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રેલવે સ્ટેશનનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ડી આર એમ રજનીશકુમારે આ રેલી યોજના અંતર્ગત પત્રકારો જોડે વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદ ઇન્દોર રેલ પરિયોજન નું બંને તરફથી કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. કતવારા થી પીટોલ સુધી જે 19 હેક્ટર જમીન પર એક વિભાગમાં આવતી હતી તેનું પણ ભૂમિ અધિક્રમણ પૂર્ણ કર્યા બાદ રેલ્વે દ્વારા અર્થ પૂર્ણ સહિતના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ મધ્યપ્રદેશના ભાગમાં જાબવા થી ધાર વચ્ચે જે જમીન અધિકરણ કરવાનો કાર્ય ઘણા સમયથી વિલંબમાં હતો તેનામાં પણ ગતિ આવી છે. એટલું જ નહીં પિતમપુર નજીક ટીહી ટનલ નું કામ પણ પૂર્ણતાના આરે છે. ત્યારે આવનારા નજીકના સમયમાં રેલ્વે વિભાગ આ યોજનાને વોટ કરવાની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. જે અંગે માહિતગાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેના માલ ગોદામ થી ચાકલિયા બ્રિજ સુધીના વિસ્તારમાં રેલવેની ફેન્સીંગ કે બાઉન્ડ્રી વોલના અભાવે પશુઓ ટ્રેન નીચે આવવાના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે જેના અનુસંધાનમાં ડી.આર.એમએ જણાવ્યું હતું કે મવેશિયો પોતાના પશુઓ રેલવે બાઉન્ડ્રી તરફ ન લાવે તે માટે અપીલ કરી હતી તો બીજી તરફ મિશન રફતાર અંતર્ગત રેલમંડલમાં બાઉન્ડ્રીવોલનું કામ ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ આ પ્રશ્નનો નિરાકરણ આપમેળે થઈ જશે તેમ જણાવ્યું હતું.

આમ આજે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે દાહોદ રેલવે સ્ટેશનના ઇન્સ્પેક્શનમાં આવેલા રતલામ મંડળના ડી.આર.એમ રજનીશકુમારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ડી આર યુ સી સીના સદસ્યો સાથે ચાલેલી મેરેથોન બેઠકમાં દાહોદ ને લગતા રેલવે સંબંધી બાબતોમાં છેલ્લા ઘણા સમયથી વિલંબમાં પડેલા પ્રશ્નોના નિકાલ માટે હકારાત્મક અભિગમ ધરાવાતા આગામી સમયમાં દાહોદના મોટાભાગના રેલવે સંબંધી પ્રશ્નો હલ થવાની આશા સેવાય રહી છે.

Share This Article