સ્માર્ટ સિટી દાહોદમાં સુંદર મજાના ચિત્રો નજીક ગંદકીના ઢગલા.?
જાહેર જગ્યા પર કચરો ફેકનાર તત્વો સામે કાર્યવાહી ક્યારે.? સગળતો સવાલ..
CCTV કેમેરા તેમજ પૂરતા સંસાધન છતાય પાલિકા તંત્ર કોની રાહ જુએ છે.?
દાહોદ તા.૦૭
હવેતો શરમ કરો સ્માર્ટ સીટી બનાવવા જઈ રહેલા દાહોદવાસીઓ તેમજ પાલિકા તંત્ર ક્યારે સ્માર્ટ બનશે? આ તસ્વીરો છાબ તળાવના બાઉન્ડ્રી વોલ ખાતેની છે જેમાં સૈફી હોસ્પિટલની સામેની તળાવની દીવાલ પર તાજેતરમાં છાબ તળાવ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ અંતર્ગત સુંદર મજાના ભીંત ચિત્રો દોરવામાં આવેલા છે જે જગ્યાએ નગરજનો દ્રારા કચરાના ઢગલા કરેલા દ્રશ્યમાન થાય છે આવી રીતે નગરજનો ગંદકી ફેલાવશે તો દાહોદ સ્માર્ટ સીટી કેવી રીતે બનશે તે એક મોટો સવાલ છે તો બીજી તરફ નેત્રમ તેમજ સ્માર્ટ સીટીના કેમેરા લાગેલા છે પાલિકા પાસે પૂરતા સંસાધનો છે તો પછી રાહ કોની જોવાય છે સૌપ્રથમ તો પાલિકા તંત્ર દ્વારા આ કચરાના ઢગલાને સુંદર જગ્યાએથી દૂર કરવાની જવાબદારી છે તો બીજી તરફ આ કચરો નાખનાર દોશી તો સામે દંડાત્મક કાર્યવાહી ના પગલાં લે તો બીજી વાર જાહેર જગ્યા ઉપર ગંદકી ફેલાવનાર તત્વો ઉપર ચોક્કસપણે અંકુશ આવશે તેમાં પણ કોઈ બે મત નથી હજુ પણ સમય છે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને દાહોદની સ્માર્ટ સિટી બનાવવામાં આડ ખીલી રૂપ બનતા તત્વો સામે કાયદાનો કોરડો વિજે તો દાહોદમાં એક પ્રકારનો દાખલો બેસશે નહીંતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી તેમજ સ્વચ્છ ભારત મિશનને ગ્રહણ લાગશે દાહોદ સ્માર્ટ સિટીની જગ્યાએ ગંદકીથી ખદબદ્ધ તો કચરા સિટી બની જશે..
