દાહોદ તાલુકાના વાંદરીયામાં ધમધમતા જુગાર ધામ પર પોલીસની એન્ટ્રીથી નાસભાગ મચી,ત્રણ ઝડપાયા,બે ફરાર

Editor Dahod Live
2 Min Read

વસાવે રાજેશ દાહોદ 

દાહોદ તાલુકાના વાંદરીયામાં ધમધમતા જુગાર ધામ પર પોલીસની એન્ટ્રીથી નાસભાગ મચી,ત્રણ ઝડપાયા,બે ફરાર

દાહોદ તા. 7

દાહોદ તાલુકાના વાંદરીયા ગામે પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા વડે પૈસા ઉપર રમાતા હારજીતના જુગાર પર દાહોદ તાલુકા પોલીસે છાપો માર્યો હતો. અંગઝડતી તેમજ દાવ પરની રોકડ, ત્રણ મોબાઈલ ફોન તથા બે મોટર સાયકલો મળી રૂા. 74 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે બે ફરાર થઈ ગયા છે.

દાહોદ તાલુકાના વાંદરીયા ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી દાહોદ તાલુકા પોલીસને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસે બાતમીમાં દર્શાવેલા જગ્યાએ છાપો મારતાં જુગાર રમી રહેલા જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમા પોલીસે જુગાર રમી રહેલા દાહોદ પરેલ રૂપનગર કવાટર નં. 313/એફ માં રહેતા યોગેશભાઈ રમેશચંદ્ર પ્રેમજાની, ગરબાડાના ટૂંકી વજુ ગામના કાંકોલ ફળિયામાં રહેતા કરણસીંગ અમરસીંગ ગોહીલ તથા ગોદીરોડ, રામનગર સોસાયટીમાં રહેતા દીલીપભાઈગોદીરોડ, રામનગર સોસાયટીમાં રહેતા દીલીપભાઈ ઓચ્છવલાલ દરજીને ઝડપી પાડ્યા હતાં. જ્યારે દાહોદ પરેલ રૂપનગરમાં રહેતા ભરતભાઈ રમેશચંદ્ર પ્રેમજાની તથા વાંદરીયા પલાસ ફળિયાના સુરેશભાઈ પલાસ પોલીસને ચકમો આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. જોકે પોલીસે અંગ ઝડતીમાંથી તેમજ દાવ પરના મળી રૂા. 13,700ની રોકડ, રૂા. 10,500ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તથા રૂપિયા 50,000ની કિંમતની બે મોટર સાયકલ મળી રૂા. 74,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દાહોદ તાલુકા પોલીસે મથકે પાંચેય જુગારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article