રાહુલ ગારી :- ગરબાડા
રાજકોટ ,મોરબી,બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાને રંજાડતા દાહોદ જિલ્લાના ચડ્ડી બનીયાનધારી ગેંગને સુરેન્દ્રનગર પોલીસે દબોચી…
ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં 58 જેટલી ફેક્ટરીઓમાં ચોરીઓને અંજામ આપનાર ચડ્ડી બનીયાનધારી ગેંગના પાંચ સભ્યો ઝડપાયા ,અન્ય એક વોન્ટેડ..
પકડાયેલા પાંચેય આરોપી પૈકી બે આરોપીઓ દાહોદ જિલ્લાની છ ચોરીની ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું…
દાહોદ તા.૦૫

ગુજરાતના સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ જિલ્લાની ફેક્ટરીઓમાં ચોરીઓની ઘટનાને અંજામ આપનાર દાહોદ જિલ્લાની ચડ્ડી બનીયાન ધારી ગેંગના પાંચ સભ્યોને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.જ્યારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરોક્ત પકડાયેલા ચડ્ડી બનીયાનધારી ગેંગના સભ્યોએ સુરેન્દ્રનગર બોટાદ મોરબી તેમજ રાજકોટ જિલ્લામાં કુલ 58 જેટલી ફેક્ટરીઓમાં ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની કબુલાત કરી છે. તદુપરાંત પકડાયેલા ચડ્ડી બનીયાન્ધારી ગીરના બે સભ્યોએ દાહોદ જિલ્લામાં પણ છ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના છાસોડા ગામના સોમજીભાઈ મોજીભાઈ બારીયા, પપ્પુભાઈ ભાવસિંગભાઈ પલાસ, ગજાનંદ માનસિંગ પરમાર મંડુ વીરસિંહ ભાવસિંગ પરમાર તેમજ ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામના મહેશ મલસિંગભાઈ રાઠોડ તેમજ ભાદર ભાવસિંગ ભાભોર ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગીરત હોવાથી ઉપરોક્ત ઈસમોએ સુરેન્દ્રનગર બોટાદ મોરબી તેમજ રાજકોટ જિલ્લાની ફેક્ટરીઓમાં ઉપરાછાપરી ચોરીની ઘટનાઓને અંજામ આપી તરખાટ મચાવતા એક તરફ પોલીસની ઊંઘ ઊડી ગઈ હતી. તો બીજી તરફ ઉપરોકત જિલ્લાઓમાં દિન પ્રતિદિન વધી રહેલા ચોરીના બનાવોથી પોલીસની શાખ પણ ખરડાઈ રહી હતી. એકતા એક તરફ આ ચડ્ડી બનીયાન ધારી ગેંગના સાગીરતો બિન્દાસ પણે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. તો બીજી તરફ આ ચડ્ડી બનીયાનધારી ગેંગને જબ્બે કરવા પોલીસ માટે એક પડકાર સમાન સાબિત થઈ રહ્યો હતો. જેનાં પગલે સુરેન્દ્રનગર પોલીસ સીસીટીવી , નેત્રંમ કેમેરા તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આ ચડ્ડી બનીયાનધારી ગેંગને ઝડપી પાડવાના અભિયાનમાં જોતરાયેલી હતી તે સમયે જોરાવર નગર પોલીસ મથકના પીએસઆઇને ચોક્કસ બાતમી મળી હતી કે ચડ્ડી બનીયાન ધારી ગેંગ ના પાંચ સભ્યો ધોળી ધજા ડેમની પાળ નીચે આવવારૂ જગ્યા પર હોવાનું મળતા પોલીસે આયોજન આયોજન બદ્ધ રીતે દરોડો પાડી ગરબાડા તાલુકાના છરછોડા ગામના ઉપરોક્ત ચારેય ઇસમો તેમજ ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામના મુકેશ મલસીંગ રાઠોડ ને ઝડપી પાડી તેઓની તલાસી લેતા તેમની પાસેથી ૨.૨૦ લાખની રોકડ, 15000 કિંમતના ચાર મોબાઇલ ફોન મળી કુલ ૨.૩૫ લાખના મુદ્દામાલ સાથે ઉપરોક્ત પાંચેય આરોપીઓની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા ઉપરોક્ત ચડ્ડી બનીયાનધારી ગેંગના અન્ય એક સગીરત ભાદર ભાવસિંગભાઈ ભાભોર કાલિયાવડ સાથે મળી છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં 26, મોરબી જિલ્લામાં 19, રાજકોટ જિલ્લામાં ૪ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં 9 જેટલી ફેક્ટરીઓ મળી કુલ 58 જેટલી ફેક્ટરીઓમાં ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની કબુલાત કરી હતી . તદુપરાંત ઉપરોક્ત ચડ્ડી બનીયન ધારી ગેંગના સભ્યો પૈકી મંડુ ઉર્ફે વીરસિંગ ભાવસિંગ પલાસ દેવગઢબારિયા પોલીસ મથકમાં ૨, દાહોદ ટાઉન તેમજ દાહોદ રૂરલ પોલીસ મથકમાં એક , તેમજ ગજાનંદ માનસિંગ બારીયા દાહોદ ટાઉન તેમજ જેસાવાડા પોલીસ મથકમાં ચોરીની ઘટનામાં સામેલ હોવાનું સામે આવતાં પોલીસે પકડાયેલા પાસે આરોપીઓને જેલના સલાખોની પાછળ ધકેલી અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.
