નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાં દાખલા કઢાવવા ભારે ભીડ: તંત્રે માનવતા દાખવી હંગામી ટેન્ટ તેમજ પાણીની વ્યવસ્થા ઊભી કરી..દાહોદની મામલતદાર કચેરીમાં જુદા-જુદા દાખલા કરાવવા અરજદારોના ઘસારાને પહોંચી વળવા તાકીદે ATVT ની મીટીંગ બોલાવી.

Editor Dahod Live
2 Min Read

નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાં દાખલા કઢાવવા ભારે ભીડ: તંત્રે માનવતા દાખવી હંગામી ટેન્ટ તેમજ પાણીની વ્યવસ્થા ઊભી કરી..

દાહોદની મામલતદાર કચેરીમાં જુદા-જુદા દાખલા કરાવવા અરજદારોના ઘસારાને પહોંચી વળવા તાકીદે ATVT ની મીટીંગ બોલાવી.

દાહોદ તા.૧૪

દાહોદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં વિદ્યાર્થીઓને એડમિશન તેમજ અન્ય જરૂરિયાત માટે જુદી-જુદી કેટેગરીના દાખલાઓ તેમજ સર્ટિફિકેટની જરૂરિયાતો ઊભી થતા મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનો ભારે ઘસારો જોવા મળતા તંત્ર દ્વારા અરજદારોને અગવડતા ઉભી ન થાય તે માટે મામલતદારની અધ્યક્ષતામાં તાકીદે સ્ટાફ સાથે મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં જુદા-જુદા સર્ટિફિકેટ મેળવવા આવતા અરજદારોને સત્વરે કામગીરી કરી દાખલાઓ કાઢી આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ ધોમધક્તા તાપમાં ઉભા રહેતા અરજદારો પ્રત્યે માનવતા દાખવી મામલતદાર કમ્પાઉન્ડમાં ટેન્ટ તેમજ પાણીની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

દાહોદમાં નવા શૈક્ષણિક સત્ર ચાલુ થતાની સાથે જ વિદ્યાર્થીઓને શાળા કોલેજો તેમજ યુનિવર્સીટીઓમાં જાતિ,આવક ઓબીસી,EWS,SCBC ક્રિમિલીયર,ડોમીસાઈલ જેવા અગત્યના દાખલાની જરૂરિયાત ઊભી થતા મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.જેને વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તેમજ ઘસારાને પહોંચી વળવા મામલતદાર મનોજ મિશ્રા દ્વારા અંગત રસ દાખવી ATVT ના તમામ સ્ટાફના કર્મચારીઓ જોડે તાકીદે મીટીંગ બોલાવી સુચના આપવામાં આવી હતી કે સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ફરજ બજાવી જનસેવા કેન્દ્ર ખાતે આવતા અરજદારોને કોઈ અગવડતા ન પડે તે માટે સત્વરે કામગીરી હાથ ધરી હતી.તેમજ તાત્કાલિક ધોરણે દાખલા કાઢી આપવા માટે સુચના આપવામાં આવી હતી.તો બીજી તરફ મામલતદાર કચેરી પરિસરમાં ધોમ ધકતા તાપમા લાઈનમાં ઊભા રહેતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પ્રત્યે માનવતા દાખવી હંગામી ધોરણે ટેન્ટ તેમજ પાણીની વ્યવસ્થા તંત્ર દ્રારા ઉભી કરવામાં આવી છે જેને લઈને જનસેવા કેન્દ્ર ખાતે વિવિધ કેટેગરીના દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત તથા તેઓએ વહીવટી તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..

Share This Article