ડિમોલિશનની કામગીરીમાં સરકારી દબાણ તોડ્યા બાદ જુના અને જર્જરીત બિલ્ડીંગો પર તવાઈ… દાહોદ નગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી 20 જેટલી જૂની અને જર્જરીત મિલ્કતોને દૂર કરવા નોટિસો ફટકારી….

Editor Dahod Live
4 Min Read

ડિમોલિશનની કામગીરીમાં સરકારી દબાણ તોડ્યા બાદ જુના અને જર્જરીત બિલ્ડીંગો પર તવાઈ…

દાહોદ નગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી 20 જેટલી જૂની અને જર્જરીત મિલ્કતોને દૂર કરવા નોટિસો ફટકારી….

દાહોદ તા.૧૩

સ્માર્ટ સિટી દાહોદમાં એક તરફ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા પછી તેનો કાટમાળ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે.ત્યારે ડિમોલેશનને લઈને તરેહ-તરેહ ની ચર્ચાઓએ જન્મ લીધો છે.તેવા સમયે જ અનેક અટકળો વચ્ચે આજે પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 20 જેટલી મિલકતોને ભયજનક ગણાવી તાત્કાલિક ધોરણે ઉતારવાની નોટિસ આપી દેતા પુનઃ એક વાર દાહોદ સિટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. .

દાહોદ નગરમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા અને માર્ગ અપગ્રેડેશન કામગીરીમાં દબાણો આંગે ૨૦ તારીખ પછી ક્યાં અને કેવું બુલડોઝર ફરશે.? તે અંગેની અસમંજસતા વચ્ચે આજે પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની જૂની અને ભયજનક જણાતી આશરે ૨૦ જેટલી ખાનગી અને ટ્રસ્ટોની મિલકતોને તાત્કાલિક ધોરણે ઉતારી લેવાની નોટિસો પાઠવવમાં આવી છે. ત્યારે હાલ માત્ર પ્રથમ દૃષ્ટિએ ૨૦ જેટલી મિલકતોને નોટીસ અપાઈ છે.જે બાદ શહેરભરમાં જુની અને જર્જરિત થયેલી મિલકતોનો સર્વે પણ પ્રગતિમાં છે.એક તરફ દાહોદવાસીઓમાં ડીમો લિશનની કામગીરીથી હચમચી ગયા છે. ત્યારે બીજી તરફ જૂની અને જર્જરિત બિલિંગોને ઉતારી પાડવાની નોટિસોનો અમલવારી માં જેતે મિલકતદારો દ્વારા સ્વયંભૂ કરાશે.? કે પાછી મિલકતદારોના ખર્ચે કે તેમનાં જોખમે તંત્રનો બુલડોઝર ત્રાટકશે.? એ આવનાર સમય જ કહેશે. દાહોદના નગરપાલિકા તંત્ર દ્વારા વિવિઘ વિસ્તારોની મિલકતોને ચાલું વર્ષેનુ ચોમાસું કેટલું નડશે.? એ પણ મહત્વનું બની રહેશે.તો બીજી તરફ જૂની અને જર્જરિત અનેક મિલકતોમાં ભાડુંઆતો મકાન માલિક અથવા કોટુંબિક વહેચણીના વિવાદો વિવિઘ કોર્ટોમાં પેન્ડિંગ છે. ત્યારે કોણે કેટલી કાયદાકીય મદદ મળશે.?એ પણ મહત્વનું બની રહેશે.

*પાલિકા તંત્ર દ્વારા ૨૦ જેટલાં જૂની અને જર્જરિત મિલ્કતદારોને નોટિસો પાઠવવામાં આવી છે તે. મિલકતોની યાદી નીચે પ્રમાણે છે.*

(૧) સી.સ.નં ૩૩૫૩ /જમતખાનાની પાછળ, સેફી મોહલ્લા, મોઇનુદ્દીન જે કાજી વી. ફકરૂદ્દીન મલવાસીવાલા 

(૨) સી.સ.નં ૪૪૮૨ (કામળિયા વાડ ચેતનકુમાર રસિકલાલ,ભડંગ ગોપાલસિંહ ઠાકોર )

(૩) સી.સ.નં ૫૯૬૨/૬૩ પુરબિયાવાડ મીઠાલાલ કોદરલાલ મોઢિયા, કનકબેન ભરતસિંહ રાઉલજી પંકજકુમાર પુજાલાલ ભટ્ટ,

(૪) સી.સ.નં ૪૯૩૬ +પુરબિયા વાડ, વિક્રમ પરમાનંદ ભાટીયા, પિયુષ હિમ્મતલાલ ભાટિયા હર્ષાબેન શૈલેષભાઈ ભાટિયા મમતાબેન કલ્પેશભાઈ ભાટીયા ) 

(૫) સી.સ.નં ૪૮૯૬ નાવીવાડ ઇન્દુબેન હેમચંદ દીક્ષિત ,

(૬) સી.સ.નં ૫૦૩૭ દોલતગંજ બજાર, ચંદ્રકાંત મીઠાલાલ સોની,અશોકભાઈ મીઠાલાલ સોની,ઇન્દુબેન મીઠાલાલ સોની 

(૭) સી.સ.નં ૧૮૨૭ છેલ્લા ફળિયા દેસાઈ વાડ,રમેશભાઈ જેઠાલાલ શાહ

(૮) સી.સ.નં ૧૦૩૬ ( દુધિયા વાળાની શેરી, અબ્બાસ ભાઈ ફકરુદ્દીન નગદી)

(૯) સી.સ.નં ૧૦૩૩ ( દુધિયાવાલાની શેરી , શબ્બીરભાઈ ડેપ્યુટીવાલા )

(૧૦) સી.સ.નં ૫૩૨ ( વણઝારવાડ, મોહમ્મદ ઇશાક, અબ્દુલ હમીદ શેખ )

(૧૧) સી.સ.નં ૯૬૨ ઈનામદારની ગલી, ઘનશ્યામ જગદીશ ચંદ્ર ઈમાનદાર..

(૧૨) ફા. પ્લોટ નં ૨/૧૯ ઠકકર ફળિયા, રાજસ્થાન પંચાયત ભવન , વીરસીંગભાઇ સુલતાનભાઇ ડીંડોર , ટ્રસ્ટી ચતુર્ભુજ શર્મા 

(૧૩) ફા. પ્લોટ નં ૨/૧૯ બંસીલાલની ગલી ત્રિલોક રૂપનારાયણ અગ્રવાલ,ઘનશ્યામભાઈ ભાટી, ટોપણદાસ આઈ.દાસાણી બંસીલાલ, લીલારામ ભાટી ,

(૧૪) સી.સ.નં ૫૯૪૪,૫૯૪૫ (નર્સિંગ કોલોની ગોધરા રોડ સાવિત્રીબેન મથુરપ્રસાદ સૂર્યવંશી,લક્ષ્મીબેન જમનાદાસ સૂર્યવંશી,મોહન માંગીલાલ મિસ્ત્રી ,)

(૧૫) સી.સ.નં ૫૯૯૮ (ચંદનચાલ ગોધરા રોડ , માંગીલાલ જગન્નાથ મિસ્ત્રી રામ કિશન પરમસુખ મિસ્ત્રી ,)

(૧૬) સી.સ.નં ૧૫૬૯/૧૫૭૧ (તળાવ ચોક, દાઉદી વોહરા જમાત અંજુમને મોહંમદી વકફ નું નામ, દાઉદી વ્હોરા મસ્જિદ મુ. દાહોદના વહીવટી કર્તાઓ,અલદાઉમુતલકહીઝહોલીનશ સૈયદના મફદલ સૈફુદદીન સાહેબ(તઉસ) સોલ ટ્રસ્ટી આમીલ સાહેબ ખેમચંદ આત્મારામ પ્રેમજાની યોગેશ રમેશચંદ્ર દલાલ..

(૧૭) સી.સ.નં ૪૬૦૫ પડાવ મુલ્લાં મીઠા કમ્પાઉન્ડ પાસે, યોગેશ રમેશચંદ્ર દલાલ.

(૧૮) સી.સ.નં ૨૧૬૦ છેલ્લા ફળિયા દેસાઈવાડ ( સુધીર દુર્લભદાસ શાહ,સુધાબેન બાલમુકુંદ શાહ )

(૧૯) સી.સ.નં ૨૧૫૭ ( છેલ્લા ફળિયા દેસાઈવાડ, આલાપ પંકજકુમાર દેસાઈ, શકુંતલાબેન મુકેશભાઈ બારીયા, લીલાબેન રમેશભાઈ બારીયા, કાંતાબેન મુકેશભાઈ ડોડીયાર,

(૨૦) સી.સ.નં ૨૮૫/૫ ( કોર્ટ રોડ , સ્વામિનારાયણ મંદિરના વહીવટ કરતા , ગોરધનદાસ પુનમચંદ મોડિયા, શાંતિલાલ નારાયણદાસ પંચાલ, શાંતિલાલ ચંપાલાલ દોશી , રૂપચંદ ચુલારામ ધર્મની

Share This Article