*સંભવિત વાવઝોડોના આગાહીને અનુલક્ષીને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ*
*વાવાઝોડાના પગલે સંબધિત અધિકારીઓને તકેદારી રાખવા તાકિદ*
દાહોદઃ- ૮
ગુજરાત રાજયમાં તા.૦૭ થી ૧૨ મી જૂન,૨૦૨૩ના સમયગાળા દરમ્યાન બિપોરજોય વાવાઝોડા તથા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને દાહોદ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લામાં કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે તેમજ એ.પી.એમ.સી. અનાજના ગોડાઉન વગેરેને નુકશાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી તથા જરૂરી તકેદારીના પગલા લેવા સંબધિત તમામ લાયઝન અધિકારીશ્રી, મામલતદારશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જરૂરી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા તથા તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરશ્રી ડો હર્ષિત ગોસાવીએ સુચના આપી છે.
સંભવિત વાવાઝોડાના પગલે પૂર્વ પરવાનગી સિવાય હેડક્વાર્ટર ન છોડવા તમામ અધિકારી અને કર્મચારીઓને સુચનો કરવાની સાથે વહીવટી તંત્ર સંભવિત વાવાઝોંડુ તથા વરસાદની આગાહીને અનુલક્ષીને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.
00
