
જીગ્નેશ બારીયા :- દાહોદ
ઝાલોદ તાલુકાના મેલાનિયા ગામેથી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ સાથે એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ તા.14
ઝાલોદ તાલુકાના મેલાનીયા ગામેથી એક યુવક પોતાની સાથે પાસ પરમીટ વગર ની દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ લઈ પસાર થઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે આ સ્થળે વોચ ગોઠવી તેની પાસેથી રૂપિયા ૧૫ હજારની કિંમતની દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડી તેની મોટરસાયકલ પણ કબજે લીધાનું જાણવા મળે છે.
ગત તારીખ 13મી જુલાઇના રોજ નીતિનકુમાર મહેશભાઈ વસૈયા પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈ ઝાલોદ તાલુકાના મેલાનીયા ગામેથી પસાર થઈ રહ્યો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે ઉપરોક્ત યુવક પોતાની સાથે વગર પાસ પરમીટે દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ તેની પાસે હોવાનું પોલીસને માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે પોલીસ મેલાનીયા ગામે વોચ ગોઠવી હતી અને નીતિનકુમાર જેવો તેની મોટરસાયકલ સાથે ત્યાંથી પસાર થતા પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસે તેઓની અંગજડતીમાંથી રૂપિયા 15 હજારની કિંમતની પાસ પરમીટ વગરની દેશી હાથ બનાવટની માઉઝર અને 25,000ની કિમતની મોટરસાયકલ મળી કુલ રૂપિયા 40 હજારનો પોલીસે મુદ્દામાલ કબજે કરી પોલીસે નીતિનકુમાર મહેશભાઈ વસૈયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.