દાહોદના ડિમોલીશન ડ્રાઈવમાં તોડફોડ કે મનાઈ અંગે હાઇકોર્ટની કોઈ રોક નહિ પરંતુ નગીના મસ્જિદના મામલે કરાયેલી રિટ અરજીની હાઈકોર્ટમાં 8 જૂને વધુ સુનાવણી
અંજુમને મોહંમદી જમાતની પીટીશનમાં કાયદેસરની નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ…
દાહોદ તા.21
સ્માર્ટસીટી દાહોદમાં માર્ગ અપગ્રેડેશન અને અન્ય પ્રોજેક્ટને લઈને ચાલતી ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે અંજુમને મોહમદી જમાત એટલે પીટીશન નબર 9206/2023 માં કરાયેલી આશકાને નજર અંદાજ કરી ફાઇનલ પ્લોટ નંબર 19, 20 માં જયારે પણ કાર્યવાહી કરવાની થાય ત્યારે કાયદેસરની નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું છે.તો નગીના મસ્જિદ વક્ફ બોર્ડ દ્વારા કરાયેલી 9207/2023 માં અગામી તા.08.06.2023 ના રોજ કોર્ટે વધુ સુનવણી હાથ ધરવાનું ઠરાવ્યું છે. જેથી આ અંગેનો 08.6.2023 ના રોજ શું થશે.? તેના ઉપર લોકોની મીટ મંડાયેલી છે. જોકે અગામી સુનવણી તારીખ સુધી ફાઇનલ પ્લોટ નંબર 452 માં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનું પણ કોર્ટે જણાવ્યું છે. ત્યારે શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયુ છે. કાયદાના નિષ્ણાંતોનું કેહવું છે કે કોટે ક્યાંય તોડફોડ રોકવી એવો કોઈ દિશા નિર્દેશ કર્યો નથી.ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા તથા સરકાર દ્વારા કોર્ટમાં એફિડેવીટ ફાઇલ કરવાની છે અને નોટિસ અંગે યોગ્ય તે નિર્ણય લેવાવાનું હોઈ આગામી આઠમી જૂન મહત્વપૂર્ણ બની રહેશે.
પીટીશન નંબર 9206 માં અંજુમન મહોમદી જમાતે સંબંધીતો દ્વારા અમારી માલિકીની મિલકતો તોડી નંખાશે તેવું લાગી રહ્યું હોવાનું જણાવ્યું હતું.ત્યારે નામદાર કોટે પ્રાંત અધિકારી એન.બી. રાજપૂતને યોગ્ય તે કાર્યવાહી કોર્ટ મેરીટમાં ગયા વગર કોઈ નિર્ણય લઇ શકાય નહિ તથા અરજદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી કારણો દર્શાવતી નોટિસ પાઠવ્યા પછી કાર્યવાહી કરવાનો જણાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ ફાઇનલ પ્લોટ નંબર 19, 20 ની મિલકતો મામલે જો નોટિસ અપાશે તો કાયદાકીય કયો રંગ લાગશે તે આવનાર સમયે જ કહેશે બાકી હાલ તો તોડફોડ અંગે કોઈ રોક કે મનાઈ હુકુમ ન રહેતા હવે કોનો વારોની ચર્ચાએ જન્મ લીધો છે.