દાહોદમાં IPLની મેચ પર સટ્ટો રમતા પાલિકાના નગરસેવક સહિત પાંચ ઝડપાયા:એક ફરાર.5 લાખનો મુદ્દામાલ જપ્ત…

Editor Dahod Live
3 Min Read

દાહોદમાં IPLની મેચ પર સટ્ટો રમતા પાલિકાના નગરસેવક સહિત પાંચ ઝડપાયા:એક ફરાર.5 લાખનો મુદ્દામાલ જપ્ત…

પોલીસના દરોડા દરમિયાન પોલીસને રોકડ રકમ 19 મોબાઈલ, બે લેપટોપ સહિતની સામગ્રી મળી આવી

દાહોદ તા.17

દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ફાઇનાન્સ ઓફિસની ઘેરાબંધી ઓચિંતો છાપો મારતાં નાશ ભાગના દ્રશ્ય સર્જાયા હતા. જોકે પોલીસે આ દરોડા દરમિયાન દાહોદ નગરપાલિકાના નગર સેવક સહિત પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડી રોકડા 3 લાખ રૂપીયા, મોબાઈલ ફોન તેમજ વાહનો મળી કુલ રૂા.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે એક સટોડીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આઈપીએલના જુગારમાં ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલ લોયન્સ ગ્રુપ ફાઈનાન્સ રીકવરી ઓફિસમાં આઈ.પી.એલ.ક્રિકેટ મેચનો જુગાર સટ્ટો રમાતો હોવાની દાહોદ બી. ડિવીઝન પોલીસને બાતમી મળી હતી. કાફલો આ ઓફિસ ખાતે પહોંચી ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.જોકે દરોડા દરમિયાન આ જુગારીઓ પૈકી દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના નગર સેવક (1) ઇસ્તીયાકઅલી સોકતઅલી સૈયદ રહે.ગોદીરોડ મોહમદી સોસાયટી (2)સંજયભાઇ કૈલાશભાઇ જાતે.ભાટીયા રહે.ઠક્કર ફળીયા મસ્જીદવાળી ચોથી ગળી (3)વિજય ઉર્ફે વિજુ મોહનકુમાર જાતે. ભારવાણી (સીંધી) રહે. મકાન નં.૪૦૩ આકૃતિ એપાર્ટમેન્ટ અગ્રેસન ભવનની ગલીમાં ગોદીરોડ(4)આમીન ઉસ્માન મલેક રહે.ઝાલોદ કસ્બા તા.ઝાલોદ જી.દાહોદ (૫)દેવેન્દ્ર દિલીપભાઇ ભામી રહે.ઠક્કર ફળીયા સહિતના સટોડીયાઓને ઝડપી લીધા હતા જ્યારે અમિત ભાઇ રહે.ગોધરા સહિતના અન્ય આરોપીઓ પોલીસને જેાઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. જેના પગલે બી ડિવિઝન પોલીસે ઝડપાયેલા સટોડીયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા જ્યારે ફરાર થયેલા સટોડીયાઓની શોધખોળમાં પોલીસ જોતરાઈ હતી

પોલીસે 3 લાખ રોકડા,19 મોબાઈલ અને બે લેપટોપ જપ્ત કર્યા

પોલીસે સ્થળ પરથી રોકડા 3 લાખ રૂપીયા રોકડા, 19 મોબાઈલ ફોન, બે લેપટોપ તેમજ સ્થળ પરથી હસ્તલિખિત દસ્તાવેજ જેમાં સટ્ટા, જુગારની વિગતો લખેલી છે.તેના સહિત પોલીસે કુલ રૂા. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યા હતો. દાહોદ નગરપાલિકાના કોર્પોરેટર આ સટ્ટા, જુગાર ધામમાં પોલીસના હાથે ઝડપાતાં અનેક ચર્ચાઓએ ભારે જેાર પકડ્યું હતું ત્યારે આ સંબંધે દાહોદ બી. ડિવીઝન પોલીસે તમામ ઈસમો વિરૂધ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article