દાહોદમાં સિટી સર્વે દ્વારા કેટલી દુકાનો ક્યાંથી તૂટશેના નિશાન મરાયા..કેટલાંક વેપારીઓએ સ્વેચ્છાએ સામાન ખાલી કરવાનું શરૂ કર્યું

Editor Dahod Live
1 Min Read

દાહોદમાં સિટી સર્વે દ્વારા કેટલી દુકાનો ક્યાંથી તૂટશેના નિશાન મરાયા..

કેટલાંક વેપારીઓએ સ્વેચ્છાએ  સામાન ખાલી કરવાનું શરૂ કર્યું

દાહોદ તા.07

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત 53 કરોડ રૂપિયાના ખર્ચે 10 રસ્તાનો વિકાસ કરવાની યોજનામાં સ્ટેશન રોડ વિસ્તારમાં સૌથી વધુ તોડફોડ થવાની છે. શનિવારના રોજ દુકાનદારોને નોટિસ પણ આપી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ અને નેતાને વિવિધ પ્રકારની વિનંતિ કર્યા છતાં કોઇ તેમનું એક સાંભળતુ ન હોવાને કારણે હવે દુકાનો તૂટવાની જ છે તેવું વેપારીઓએ પણ મન બનાવી લીધુ છે. નોટિસમાં પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જોકે, કેટલાંક વેપારીઓ દ્વારા અત્યારથી જ દુકાનો ખાલી કરવાનું શરૂ કરી દીધુ છે. બીજી તરફ કોની દુકાન કેટલી તૂટવાની છે તે અંગેની તમામ લોકોને મુંઝવણ હતી. ત્યારે રવિવારના રોજ સવારના સમયે આવેલા સિટી સર્વેના કર્મચારીઓ લેન્ડસ્કેપિંગ બાદ તેમણે કરેલા માર્કિંગ પાસે જ કઇ વસ્તુ રોડ લેવલે છે તે અંગેના ફરી એક વખત પોલીસ બંદોબસ્ત સાથે માર્કિંગ કર્યા હતાં. સ્ટેશન રોડ ઉપર મોટા ભાગની દુકાનો તૂટવાના અણસાર હાલમાં જોવાઇ રહ્યા છે. આ બાબતથી વેપારીઓમાં પોતાના રોજગાર સાથે પરિવારના ભરણ પોષણ અને જીવન નિર્વાહ અંગેના પ્રશ્નો કઇ રીતે ઉકેલાશે તે અંગેની ચિંતા ઘર કરી ગઇ છે..

Share This Article