
જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદ શહેરના છાબ તળાવ નજીક મુખ્ય માર્ગ પાસે પીપીઇ કીટ સહિતનો મેડિકલ વેસ્ટ ફેંકાયો:લોકોમાં ભયનો માહોલ
દાહોદ તળાવ કિનારે ખુલ્લા મા નાખેલ પીપીઇ કીટ મળતા આસપાસ ના રહીશોએ મા ભય નો માહોલ
કોઈ અજાણ્યા ઇસમો દ્વારા રસ્તા ઉપર પીપીઇ કીટ નાખતા આસપાસ ના વિસ્તાર ના લોકો મા ભય
દાહોદ તા.06
દાહોદ શહેરના તળાવ પાસે નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી કચરાપેટી પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા પીપીઇ કીટ, હેન્ડ ગાલોવજ, સહિતનો મેડિકલ વેસ્ટ જાહેર માં નાખી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી દોષિતો સામે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.
#paid pramotion
contact us :- sunrise public school
કોરોના મહામારી સમગ્ર દેશ આજે ઝઝૂમી રહ્યો છે. કોરોના ની બીજી લહેર મહદ્અંશે શાંત પડતા આરોગ્ય સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો છે.જોકે ખતરો હજુ ટળ્યો નથી.જેમ કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે મેડિકલ ટાસ્કફોર્સ તેમજ આરોગ્ય વિભાગ સહીત સંલગ્ન વિભાગો આ લહેરથી લડવા માટે પૂરજોશ માં જોતરાઈ ગયા છે.ત્યારે આજરોજ દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવ પાસે આવેલી જીતુભાઇ કચોરીવાળાની પાછળના ભાગે મુખ્ય માર્ગ પાસે કચરાપેટી પાસે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હેન્ડ ગ્લોસ,પીપીઇ કીટ, સહિતના મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મેડિકલ વેસ્ટ કોના દ્વારા નાખવામાં આવ્યું? એક ગંભીર તપાસનો વિષય બની ગયો છે. ત્યારે અલગ વિભાગો દાહોદ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફુટેજોના આધારે તપાસનો દોર ચલાવી દોષીતો સામે કાર્યવાહી કરવા લોક માગણી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેડિકલ વેસ્ટના લેવા માટે દરેક ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં મેડિકલ વેસ્ટ કલેકશન માટે વાહન આવતું હોય છે. ત્યારે આવી ગંભીર મહામારી દરમિયાન કોવીડ વોર્ડમાં વપરાતી સામગ્રી જાહેર માર્ગ પર ફેંકી દેવી કેટલા અંશે યોગ્ય? એક તરફ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જાહેર માર્ગ પર ફેકવામાં આવેલા મેડિકલ વેસ્ટના લીધે સંક્રમણ પુનઃ માથું ઊંચકશે તેમાં કોઈ બેમત નથી.