તલાટી કમમંત્રીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજજ:સીસીટીવી કેમેરા ની મદદથી ચાપતી નજર રખાશે..દાહોદ જિલ્લાના 59 કેન્દ્ર ખાતે 21,090 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે…

Editor Dahod Live
3 Min Read

તલાટી કમમંત્રીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજજ: સીસીટીવી કેમેરા ની મદદથી ચાપતી નજર રખાશે..

દાહોદ જિલ્લાના 59 કેન્દ્ર ખાતે 21,090 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે…

59 પરીક્ષા કેન્દ્રો પર હાઈ મેરા પિક્સલ કેમેરા સાથે પરીક્ષાર્થીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે…

પરીક્ષાની પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરાઈ…

દાહોદ તા.06

દાહોદ જિલ્લામાં આવતીકાલે 7 મે રવિવારના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ લીમખેડા દેવગઢબારિયા અને દાહોદ શહેર સહીત તાલુકાના ચાર તાલુકા મથકો સાથે કુલ 4 તાલુકાના 59 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની બપોરના 12:30 કલાકે થી 1.30 કલાક સુધી પરીક્ષા યોજાશે તેમાં દાહોદ તાલુકાની 26 શાળાના તેમજ કોલેજોના 293 વર્ગખંડોમાં
8790 ઉમેદવારો પરીક્ષા આપશે ત્યારે લીમખેડાની 11 શાળા કોલેજોના 142 વર્ગખંડોમાં 4260 ઉમેદવારો પરીક્ષા આપશે ત્યારે ઝાલોદ તાલુકામાં 14 શાળા તેમજ કોલેજોના 160 વર્ગખંડોમાં 4800 ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે.અને દેવગઢ બારીયા તાલુકામાં 8 જેટલી શાળા કોલેજોના 108 વર્ગખંડોમાં 3240 જેટલા ઉમેદવારો ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની 703 વર્ગખંડોમાં પરીક્ષા આપશે જેમાં કુલ 21090 ઉમેદવારો તલાટીની પરીક્ષા દાહોદ જિલ્લાના ચાર તાલુકા મથકના વર્ગખંડ કેન્દ્રોમાં આપશે જેમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.દાહોદ જિલ્લાના ચાર તાલુકા મથકોના 59 કેન્દ્રો ખાતે 21,0,90 જેટલા ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે જેમાં પરીક્ષામાં રોકાનાર અધિકારીઓને નિમણુક કરવામાં આવ્યા છે.આયોગના પ્રતિનિધિમાં 64 ત્યારે કેન્દ્ર નિયામકમાં 59 અને સીસીટીવી ઓબ્ઝર્વમાં 59 અને તકેદારી સુપરવાઇઝરમાં 257 અને ઇન્વીજીલેટરમાં 773 ત્યારે રૂટ સુપરવાઇઝરમાં 30 અને આસિસ્ટન્ટ રૂટ સુપરવાઇઝરમાં 30 જેમાં કુલ રૂટ 30 છે અને 59 પરીક્ષા કેન્દ્રો ખાતે હાઈમેગા પીક્સલ કેમેરા મૂકવામાં આવ્યા છે જેમાં 860 વર્ગખંડો લોબી,સ્ટાફ રૂમ સહિતની જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે અને આ પરીક્ષાનું સુચારું રીતે આયોજન અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે બોર્ડના પ્રતિનિધિ તરીકે તમામ સંકલનના અધિકારીઓ, કેન્દ્ર સંચાલકમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યો, નાયબ જિલ્લા કોઓર્ડીનેટરમાં, પ્રાંત અધિકારી અને મામલતદાર, સીસીટીવી ઓબ્ઝર્વરમાં સીઆરસી અને બીઆરસી ના કર્મચારીઓ અધિકારીઓ, રૂટ સુપરવાઇઝરમાં ઇન્વીજીલેટર તરીકે પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો તકેદારી સુપરવાઇઝર તરીકે જે તે શાળાના મુખ્ય શિક્ષકો વર્ગદીઠ મૂકવામાં આવશે અને દાહોદ જિલ્લાના છાપરી જિલ્લા સેવા સદન ખાતે પરીક્ષાના પેપરો પણ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે જ્યારે સવારે પોલીસ બંદોબસ્તની સાથે જે તે પરીક્ષા કેન્દ્રો ખાતે તલાટીના પરીક્ષાના પેપરો મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ પૂરતા પોલીસ બંદોબસ્તની સાથે દાહોદ જિલ્લાના ચાર તાલુકા મથકના 59 કેન્દ્રોના 703 વર્ગખંડોમાં 21,0,90 જેટલા ઉમેદવારો ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે તેમ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા તારીખ 6.5.2023 ના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતગાર કરવામાં આવ્યા હતા.

Share This Article