Sunday, 08/09/2024
Dark Mode

વડોદરા-હરિદ્વાર સમર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનનો દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવાયો: મુસાફરોમાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ..

April 26, 2023
        359
વડોદરા-હરિદ્વાર સમર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનનો દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવાયો: મુસાફરોમાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ..

ઉનાળાની ઋતુ દરમિયાન સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો રેલવે તંત્રનો નિર્ણય..

વડોદરા-હરિદ્વાર સમર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનનો દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવાયો: મુસાફરોમાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ..

દાહોદ તા.26

પશ્ચિમ રેલ્વેએ ઉનાળા વેકેશન દરમિયાન યાત્રીઓના ઘસારા તેમજ ટ્રેનોમાં ભારણ ઓછું કરવા માટે સમર સ્પેશિયલ ટ્રેન સંચાલન કરવાનો નિર્ણય લીધો છે.જે ટ્રેનને દાહોદ ખાતે સ્ટોપેજ ફળવાતા મુસાફરોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.

ઉનાળા વેકેશન દરમિયાન રેલ્વેએ યાત્રીઓના ઘસારા તેમજ ટ્રેનોના ભારણને ઓછું કરવા માટે સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રેન નંબર 09129/30 વડોદરા હરિદ્વાર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે.આ ટ્રેન અગામી 6 મેથી 24 જૂન સુધીમાં વડોદરા-હરિદ્વાર વચ્ચે 16 જેટલી ટ્રીપ મારશે.આ ટ્રેન અઠવાડિયામાં શનિવારના રોજ વડોદરાથી સાંજે 19.00 વાગે ઉપડી બીજા દિવસે હરિદ્વાર 14.30 વાગ્યે ખાતે પહોંચશે.આ ટ્રેન બીજા દિવસે 7 મેથી 25 જૂન સુધી દર રવિવારે હરિદ્વારથી સાંજના 17:20 મિનિટે ઉપડી બીજા દિવસે સવારે 11:25 મિનિટે વડોદરા ખાતે પહોંચશે.આ ટ્રેન વડોદરાથી હરિદ્વાર જતી વખતે દાહોદ ખાતે 8:35 મિનિટે આવશે તેમજ દાહોદના સ્ટેશન ઉપર બે મિનિટનું રોકાણ કર્યા બાદ હરિદ્વાર ખાતે રવાના થશે.રિટર્નમાં આ ટ્રેન દાહોદ ખાતે સવારના 8:48 મિનિટે આવશે અને બે મિનિટનું રોકાણ કર્યા બાદ આ ટ્રેન વડોદરા તરફ જવા રવાના થશે. આ ટ્રેનના બંને તરફ ગોધરા દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સીટી, મથુરા, હજરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સીટી, મુજફરનગર,ટપરી, તેમજ રૂડકી, રેલવે સ્ટેશન ખાતે રોકાણ કરશે.આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ એસી ટુ ટાયર એસી થ્રી ટાયર સ્લીપર તેમજ જનરલ કોચ જોડાયેલા રહેશે. સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાથી વડોદરાથી હરિદ્વાર જવા માટે વધુ એક ટ્રેન સેવા ઉપલબ્ધ થશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!