વસાવે રાજેશ દાહોદ
બ્રિટિશ સમયની પરંપરા બદલાઈ, મંત્રાલય, ઝોનલ અને ડિવિઝન લેવલના એવોર્ડના નામ બદલાયા
રોકડ પુરસ્કાર બંધ, હવે રેલ સેવા પુરસ્કાર રેલવે મંત્રાલય સ્તરે, ઝોનલ સ્તરે વિશેષ અને વિભાગ સ્તરે વિશેષ આપવામાં આવશે…
દાહોદ તા.15
કેન્દ્ર સરકારે રેલ્વે સપ્તાહમાં દર વર્ષે આપવામાં આવતા રોકડ પુરસ્કાર બંધ કરી દીધા છે. સાથે જ એવોર્ડના નામ પણ બદલવામાં આવ્યા છે. હાલમાં, આ પુરસ્કારો મંત્રાલય, ઝોનલ અને વિભાગના નામે આપવામાં આવે છે.હવે મંત્રાલય સ્તરેવિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર ઝોનલ સ્તરે વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર અને વિભાગીય સ્તરે રેલ સેવા પુરસ્કારના નામે આપવામાં આવશે. એટલું જ નહીં, હવે દરેક સ્તરે વધુમાં વધુ 100 રેલ્વેમેનને જ એવોર્ડ આપી શકાશે. રેલ્વે બોર્ડના સચિવ સંદીપ માથુરે એવોર્ડના રૂપાંતર માટે આદેશો જારી કર્યા છે, જેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે.અમલમાં આવ્યા છે. હકીકતમાં, અંગ્રેજોના સમયથી પુરસ્કારો આપવાની પરંપરાને બદલવા પાછળ રેલવેના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય છે. આમાં સૌથી મહત્ત્વનું છે એવોર્ડનું મહત્ત્વ વધારવું, બીજું વર્ષ-દર વર્ષે પુરસ્કારોની લાંબી યાદી ઘટાડવી અને ત્રીજું ખર્ચમાં કાપ મૂકવાનો છે.
*ચાપલુસી બંધ: ઇ-સેલ્ફ નોમિનેશન કરવામાં આવશે*
સારું કામ કરનારા કર્મચારીઓને એવોર્ડ મેળવવા માટે અધિકારીઓની ખુશામત પણ નહીં કરવી પડે. તેઓ એચઆરએમએસ (લુમેન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ) થી સીધા જ ઈ-સેલ્ફ નોમિનેશન પણ કરી શકશે. હાલમાં, અધિકારીઓ તેમના વિભાગની યાદી બનાવતા હતા અને શાખાથી વિભાગ, વિભાગથી ઝોન અને ઝોનથી ઝોન પસાર થતા રેલવે મંત્રાલયમાં જતા હતા.દર વર્ષે 31મી ડિસેમ્બર સુધીના પ્રદર્શનના આધારે એવોર્ડ આપવામાં આવશે. આ માટે 1 જાન્યુઆરીએ નોટિફિકેશન આવશે. કર્મચારીઓ 31 જાન્યુઆરી સુધી નોમિનેશન કરી શકશે.
