દાહોદની બાલાજી હોટેલ નજીક બોલેરો ગાડી ખાડામાં ઉતરી:ચાલક સહીત તમામનો આબાદ
બચાવ ભારે જહેમત બાદ બોલેરો ગાડી બહાર કઢાઈ
દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલી બાલાજી હોટેલ નજીક બોલેરો ગાડી ગટરના ખાડામાં ઉતરી ગઈ હતી જેમાં હાઇવે રોડની બાજુમાં સર્વિસ રોડ આપવામાં આવ્યો છે જેમાં એક બોલેરો ગાડીનો ચાલક બોલેરો લઈને અંદર સવાર પરિવારના લોકોને લઈને કોઈક કામ અર્થે હાઇવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર આવ્યા હતા જ્યાં રોડની બાજુમાં આવેલી ગટરનો ઉપરનો ભાગ તૂટતા બોલેરો ગાડીનું પાછળનું ટાયર ગટરમાં ફસાયું હતું જોકે ગાડીમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો ત્યારે આજુબાજુના લોકો ભેગા થતા તેમને ભારે જહેમત બાદ બોલેરો ગાડીને તૂટેલી ગટરમાંથી બહાર કાઢી હતી જોકે બોલેરો ગાડીને નુકશાન પણ પાછળના ભાગે પહોંચવા પામ્યું હતું.
