Sunday, 08/09/2024
Dark Mode

સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં:દાહોદમાં અગામી 9 મીના રોજ 81 કેન્દ્રો પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે…

April 7, 2023
        632
સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં:દાહોદમાં અગામી 9 મીના રોજ 81 કેન્દ્રો પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે…

સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં

દાહોદમાં અગામી 9 મીના રોજ 81 કેન્દ્રો પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે…

દાહોદ તા.07

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબ સ્વર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 04.04.2023 ને રવિવારના રોજ બપોરના 12:30 કલાકથી દોઢ કલાક સુધી દાહોદ જિલ્લામાં આવેલા 81 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજવામાં આવશે.જેને ધ્યાનમાં લેતા નાયબ પોલીસ અધિક્ષક દાહોદ દ્વારા તારીખ 31.03.2023 ના પત્ર ક્રમાંક મુજબ ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તારીખ 28.03.2023 ના પત્ર ક્રમાંક મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરીથી યોજવા માટે ગુજરાત આઇપીએસના હસમુખ પટેલને ગુજરાત સરકારે જવાબદારી સોંપી હતી.અને તે જવાબદારીને લઈને પોલીસ વિભાગ દ્વારા દાહોદ જિલ્લા પોલીસવડાની ઓફિસ ખાતે ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા જગદીશ બાંગરવાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફ્રેંસ યોજવામાં આવી હતી.જેમાં જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ દાહોદ દ્વારા આગામી યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું તે અંતર્ગત દાહોદ જિલ્લામાં આવેલા જુદા જુદા પરીક્ષા કેન્દ્રના વિસ્તારોમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષ મશીન ઉપયોગ કરી શકશે નહી તારીખ જેને લઈને તારીખ 09.04.2023 ના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પ્રાથમિક પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર થતી ગેરીતિઓ અટકાવવા માટે સવારના 9:30 કલાકથી બપોરના 2:30 કલાક સુધી ઝેરોક્ષ મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા હુકમ ફરવામાં ફરમાવવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ કોપીની મશીનના સંચાલકોએ ઉપરોક્ત હુકમનો અમલ કરવાનો રહેશે તેમજ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે મોબાઇલ ફોન પેજર સેલ્યુલર ફોન કેલ્ક્યુલેટર કે અન્ય કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જેથી આવા સાધનો સાથે પ્રવેશ કરી શકાશે નહીં કે સાથે લઈ પણ જવા દેવામાં આવશે નહી તેવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અને આ હુકમ સરકારી કચેરીઓના ઝેરોક્ષ મશીનને લાગુ પડશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરની ત્રિજ્યામાં અથવા પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે સવારના 10 કલાકથી બપોરના બે વાગ્યા સુધીમાં ડીજે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાથે જ પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે પરીક્ષાના દિવસે 09.04.2023 ના રોજ સવારના 9:30 કલાકથી બપોરના 2:30 કલાક દરમિયાન ખોદકામ કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને લઈને પોલીસ દ્વારા પરીક્ષાનું જૂથ પણ અમલ કરાવવા માટે દાહોદના જિલ્લા પોલીસવડા ઇન્ચાર્જ એસપી જગદીશ બાંગરવાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પારદર્શિતા મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે દાહોદ જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સુચારુ રીતે અને પારદર્શિતા મુજબ પરીક્ષા યોજાય તે માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!