Sunday, 08/09/2024
Dark Mode

દાહોદમાં ડિમોલેશનના ભણકારા..?? દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા ચીફ ઓફિસરને નોટિસ.

April 4, 2023
        6748
દાહોદમાં ડિમોલેશનના ભણકારા..?? દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા ચીફ ઓફિસરને નોટિસ.

દાહોદમાં ડિમોલેશનના ભણકારા..??

 દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા ચીફ ઓફિસરને નોટિસ..

સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ પાલિકાના પદાધિકારીઓ વચ્ચે યોજાયેલી મિટિંગમાં સ્માર્ટરોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા નિર્દેશ અપાયા..

દાહોદ તા.04

આગામી દિવસોમાં સ્માર્ટ સિટી દાહોદમાં રોડ અપગ્રેડેશન સાથે નિર્માણ પામનારા સ્માર્ટ રોડની આડે આવતા તમામ દબાણો દૂર કરવાના મનસુબા સાથે કાર્ય કરતી દાહોદ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપની દ્વારા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉદ્દેશીને સર્વે થયેલા તમામ હદ નિશાનવાળા રોડ ઉપર જે તે પ્રકારના દબાણ કર્તાઓને નોટિસ આપવાની સૂચના આપતો પત્ર પાઠવતા દાહોદ શહેરમાં એક છુપા ભય સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

દાહોદને સ્માર્ટ સિટી ઘોષિત કર્યા પછી વર્ષોના વાળા રહ્યા પછી આંખે ઉડીને વળગે એવું કોઈ જમીનની ઉપરનું કાર્ય શરૂ થવામાં વિલંબ હોવાને કારણે દાહોદની પ્રજામાં એક પ્રકારની નીરસતા વ્યાપી હતી.અને દાહોદમાં કશું જ શક્ય નથી તેવી લાગણી અને માંગણી પણ વ્યતીત થવા પામી હતી.પરંતુ ધીમી ગતિથી થયેલું કાર્ય હાલ અચાનક પૂરજોશમાં આવતા છાબ તળાવ ડેવલપમેન્ટ નું કાર્ય તેની સાથે સાથે ભૂગર્ભમાં થયેલા કાર્યો પૂર્ણ થતા સાવ અચાનક જ છેલ્લા કેટલાક દિવસથી દાહોદના મુખ્ય માર્ગો ઉપર સીટી સર્વે કચેરી નગરપાલિકા અને સ્માર્ટ સિટીના સંબંધિતોની નિધરાણી હેઠળ દાહોદ શહેરના મુખ્ય માર્ગો ઉપર સરકારી ખર્ચે માપણી હાથ ધરાઈ હતી. આ માપણીમાં જે તે વિસ્તારમાં સ્માર્ટ સિટીના રોડ અપગ્રેડેશન માટે જે તે શોપિંગ સેન્ટરો જે તે દુકાનો અને જે તે માર્ગ ઉપર લાલ કલરથી વિવિધ પ્રકારના એરો અને ચોકડીના નિશાન મરાતા શહેરમાં એક ચર્ચાનો દોર શરૂ થયો હતો. શું તૂટશે અને શું બચશે.? તેની ચર્ચાઓ પણ પૂરજોશમાં ચાલુ હતી અનેકવિધ તર્ક-વિતરકો સાથે જ આ ચર્ચાને વધુ વેગવંતી બનાવાય તે રીતે ગઈકાલે જ સ્માર્ટ સિટીના સંબંધિત દ્વારા દાહોદ ખાતે રોડ અપગ્રેડેશન માટે જે સર્વે કરવામાં આવ્યો હતો.અને એ સર્વેમાં વિવિધ રોડ ઉપર વિવિધ પ્રકારના દબાણ કરતાંઓને નોટિસ આપવાની સૂચના આપતો એક પત્ર ચીફ ઓફિસર દાહોદ ને પાઠવાતા અને આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવા જણાવતા શહેરભરમાં એક પ્રકારના છુપા ભયની સાથે ઘડભલાટ બચી જવા પામ્યો છે અને તરણેતરની ચર્ચાઓએ જન્મ લીધો છે.સ્માર્ટ સિટી અંતર્ગત રોડ અપગ્રેડેશનની કામગીરીમાં દૂર કરનારા દબાણકર્તાઓને નોટિસ અપાય તે પહેલા જ શહેરના શોપિંગ સેન્ટરના દુકાન ધારકો જાહેર માર્ગ ઉપર આવેલા વેપારી મકાન માલિકો સૌ ગભરાયેલા અને શું તૂટશે તેની અટકણોમાં હસમજસ્થા ભરી પરિસ્થિતિમાં આવી જવા પામ્યા છે.ચીફ ઓફિસરને અપાયેલા આ પત્ર અનુસંધાને પાલિકા તંત્ર કેટલું ઝડપભેર અને કેટલી નિષ્ઠાથી કાર્ય કરશે એ આવનાર સમયે જ કહેશે.?બાકી હાલ તો જો આ ચર્ચા મુજબ રોડ અપગ્રેડેશનના કામ કરવામાં આવે તો દાહોદને સ્માર્ટ સિટી બનતા કોઈ અટકાવી નહીં શકે તેઓ એક વિશ્વાસ પુનઃ પ્રજામાં સંપાદિત થવા પામ્યો છે ત્યારે દાહોદ શહેરમાં ગયા અને કેટલા દબાણો તૂટશે તે જોવું રહ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!