
વસાવે રાજેશ દાહોદ
દાહોદ શહેરના ચાકલીયા રોડ વિસ્તારમાં નજીવી બાબતે ત્રણ વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ…
દાહોદ તા.02
પ્રાત માહિતી અનુસાર દાહોદના દેસાઈવાડા વચલા ફળિયા ખાતે રહેતા જીગર ભરતભાઈ પંચાલ કે જેઓ દાહોદની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે 8 વર્ષોથી ફરજ બજાવે છે અને તેના એક મિત્ર સાથે પાર્ટનરમાં ઓનલાઇન બેન્કિંગ એજન્સી ચાકલીયા રોડ ખાતે વહીવટ કરે છે ત્યારે તારીખ 1-4-2023 ના રોજ ચાકલીયા રોડ ખાતેની તેમની ઓનલાઇન બેન્કિંગ એજન્સી ખાતે તેમના પાર્ટનર સાથે હતા ત્યારે બપોરના સમયે ઓનલાઇન બેન્કિંગ એજન્સી પ્રિતેશ પ્રવીણભાઈ નામક ઈસમ તેમની દુકાને આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો મારૂ બેન્કનું આઇડી કેમ બંધ કરાવી દીધું છે તેમ કહી અપશબ્દો બોલવા લાગતા તેની દુકાન આગળ ઉભો રહી ગયો હતો અને તેને ધક્કો મારયો હતો અને તેની બાઈકની ચાવી કાઢી હતી ત્યારે પ્રિતેશ નો ભાઈ નરેશ પણ આવી ગયો હતો અને બન્ને ભાઈઓએ તેને અપશબ્દો બોલી ધમકીઓ આપતા હતા અને પ્રિતેશએ જમીન પર પડેલો પથ્થર જીગરના માથાના ભાગે મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું ત્યારે બન્ને લોકોએ તે ઈસમને ગદડા પાટુનો માર મારી દુકાન ન ખોલવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા ત્યારે તેમની મારની બીકના કારણે ભાગીને જીગર પંચાલ પોલીસ મથકે આવ્યો હતો અને પોલીસ મથકે બન્ને વિરુદ્ધ મારા મારીનો ગુનો નોંધાવ્યો હતો અને પોલીસે બન્ને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી
જયારે સામા પક્ષે દાહોદ શહેરના ગોદી રોડ ખાતે રહેતા પ્રિતેશકુમાર પ્રવીણ કુમાર પોપટ કે જેઓ દાહોદની બેન્ક ઓફ બરોડામાં બેંક એજન્ટ તરીકે છેલ્લા બે વર્ષોથી ફરજ બજાવે છે અને તેજ બેંકમાં જીગર ભરતભાઈ પંચાલ પણ બેન્ક એજન્ટ તરીકે તેમની સાથે કામ કરતા હતા તેમાં જીગર પંચાલને એજન્ટ માંથી બેંકના અધિકારીઓએ કાઢી મૂક્યો હતો અને આ જીગર ગયા અઢી મહિનાથી તે પોતે તથા પ્રેસ રિપોર્ટરો મારફતે ફોન કરી કહેવડાવતો હતો કે તું એજન્ટ તરીકે ખોટું કામ કરે છે અને તારું બીસી પોઇન્ટ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપતો હતો અને બીસી પોઇન્ટ ચાલુ રાખવું હોય તો મને ભાગ આપ તેવી ધમકી આપતો હોય જેથી બેંકમાં પણ લેખિતમાં અરજી ઓફિસ ખાતે આપવામાં આવી હતી ત્યારે તે વાતને લઈને તારીખ 1 4 2023 ના રોજ સાંજના સમયગાળા દરમિયાન પ્રિતેશકુમાર પ્રવિણકુમાર પોપટને ચાકલીયા રોડ ખાતે જીગર પંચાલે ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં જીગર પંચાલે પ્રિતેશકુમાર પ્રવીણકુમાર પોપટને કહ્યું હતું કે મારું બીસી એજન્ટનું કામ બંધ છે મેં તને તારા બીસી એજન્ટના કમિશનમાંથી ભાગ માંગ્યો હતો તું મારા ભાગના પૈસા કેમ આપતો નથી તેમ કહી અપશબ્દો બોલી ઓફિસની બહાર કાઢી મૂક્યો હતો અને ઓફિસની બહાર ઉભો રહેવાનું કહેતા અને પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવતા તે કહેતો હતો કે તારાથી જે થાય તે કરી લે અને પ્રિતેશકુમાર પોપટની ફેટ પકડી જીગર પંચાલે તેને અપશબ્દો બોલી છાતીના ભાગે ગદડાપાટુનો માર મારવા લાગતા તેવા સમયે પ્રિતેશકુમાર પોપટનો ભાઈ નરેશ પોપટ વચ્ચે છોડાવવા પડતા નરેશ પોપટને માથાના ભાગે તેમજ ડાબા હાથ ઉપર માર મારતા ઈજાઓ પહોંચી હતી અને જીગર પંચાલે બંને ભાઈઓને ધમકી આપતા જણાવ્યું હતું કે આજે તો બચી ગયો છે હવે પછી બીસી એજન્ટના કમિશનમાં પૈસાનો ભાગ નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પ્રિતેશ પંચાલને ધક્કો મારી પાડી દેવામાં આવ્યો હતો તે બાદ પ્રિતેશકુમાર પ્રવિણકુમાર પોપટે દાહોદ પોલીસ મથકમાં જીગર ભરત પંચાલ સામે મારામારીનો ગુનો નોંધાવતા એ ડિવિઝન ટાઉન પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી