દાહોદના રળીયાતીમાં ધાબા પર કામ કરતા કારીગર ને ઇલક્ટ્રિક શોક લગતા મોત નીપજ્યું,

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદના રળીયાતીમાં ધાબા પર કામ કરતા કારીગર ને ઇલક્ટ્રિક શોક લગતા મોત નીપજ્યું,

દાહોદ તા.28

દાહોદ તાલુકાના રળિયાતી ગામે ધાબા પર કારીગરનું કામ કરી રહ્યો હતો તે સમયે ઈલેક્ટ્રીક વાયરને અકસ્માતે પડી જતા તેનું મોત નિપજ્યાનું જાણવા મળે છે.

 

#Paid pramotion

Contact us :- sunrise public school 

ગત તારીખ 27મી જૂનના રોજ સાંજના ચારેક વાગ્યા આસપાસ દાહોદ તાલુકાના ગામે સાંગા ફળિયામાં રહેતા 22 વર્ષીય અરવિંદભાઈ સુરપાલભાઈ બારીયા એક મકાનના ધાબા પર કારીગર નું કામ કરી રહ્યો હતો તે સમયે ધાબા પરથી પસાર થઇ રહેલ ચાલુ વીજવાયરને અકસ્માતે પડી જતા અરવિંદભાઈ ને સખત કરંટ લાગ્યો હતો અને તેઓને તાત્કાલિક પરિવારજનો દ્વારા નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં અરવિંદભાઈ નો સારવાર દરમિયાન મોત નીપજતાં આ સંબંધે રળીયાતી સાંગા ફળિયામાં રહેતા મનહરભાઈ સૂરપાલભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article