
લીમખેડા તાલુકાના ચિલાકોટા મુકામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલ્ટી માર્યું: બેના મોત: ત્રણ ઇજાગ્રસ્ત...
લીમખેડા તા.22
લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા ટ્રેક્ટર નીચે દબાઈને બે લોકોના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થઈ છે.
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોના કારણે મૃત્યુઆંકમાં વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલત તેમજ પુર ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માત નો બનાવ સામે આવતા બે વ્યક્તિઓ કાળના કોળિયામાં સમાઈ ગયા છે. ત્યારે વધુ મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને ટ્રેક્ટર આવી રહ્યું છે તે અરસામાં ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રેક્ટરમાં સવાર પાંચ લોકો ટ્રેક્ટર નીચે દબાઈ જવા પામ્યા હતા. જેના પગલે ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી બે લોકોના કમકમાટીભર્યા ભર્યા મોત નીપજ્યા હતા. જયારે અને ત્રણ લોકોને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ માર્ગ અકસ્માતના બનાવના પગલે આસપાસના ભેગા થયેલા લોકોએ ટ્રેક્ટર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં બે લોકો મોતને ભેટ્યા હતા. જયારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ તબડતોડ ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.