
રાહુલ ગારી, ગરબાડા
દાહોદ SOG પોલીસે મહેસાણાના કડી અને નંદાસણ પોલીસ મથકના પાંચ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ ગામેતી તેમજ SOG શાખાના કર્મચારીઓ નાસતા ફરતા વોન્ટેડ તેમજ પેરોલ જમ્પ ફરાર આરોપીને પકડી પાડવા માટે કાર્યરત હતા તે દરમિયાન દાહોદ એસોજીને મળેલી બાતમીના આધારે કડી પોલીસ સ્ટેશન ચાર ગુનામાં વોન્ટેડ તેમજ નંદાસણ ના એક ગુનામાં વોન્ટેડ આરોપી અજીતભાઈ જોરસિંગ બારીયા તેના ઘરે વડવા ખાતે હોવાનીજ ચોક્કસ બાતમીના આધારે SOG એ કોમ્બિંગ ઓપરેશન કરી આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે જેસાવાડા પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો આમ દાહોદ SOG પોલીસને હોળીના તહેવાર નિમિત્તે નાસતો ફરતો 5 ગુનામાં વોન્ટેડ આરોપી અજીતભાઈ જોરસિંગભાઈ બારીયા ને પકડી પાડવામાં સફળતા મળી હતી