
રાજેશ વસાવે, દાહોદ
દાહોદની એન. ઈ. જીરૂવાળા શાળામાં દાહોદ શહેર પોલીસે SPC યોજના અંતર્ગત બે દિવસીય તાલીમ કેમ્પ યોજ્યો.
દાહોદ શહેરની એનઇ જીરુવાલા શાળામાં SPC યોજના અંતર્ગત દાહોદ શહેર પોલીસ દ્વારા બે દિવસે તાલીમ કેમ્પ યોજાયો હતો. આ તાલીમ કેમ્પમાં દાહોદ ડિવિઝનના એ.એસ.પી ની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં તેઓએ શિક્ષણમાં સફળતા સંદર્ભે વિચારો રજૂ કર્યા હતા. એક વિદ્યાર્થીથી આઇપીએસ ઓફિસર સુધીની સફર કેવી રીતે નક્કી કરી તે અંગેની માહિતીથી શાળાનાબાળકોને માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી તેમના જવાબો પણ આપ્યા હતા.
દાહોદ શહેર પોલીસ દ્વારા એસપીસી યોજના અંતર્ગત બે દિવસીય તાલીમ કેમ્પ એન.ઇ.જરુવાલા શાળામાં યોજયો હતો. આ શિબિરમા પોલીસ વિભાગના એ.એસ.પી જગદીશભાઈ બાંગરવાએ વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરી શિક્ષણમાં સફળતા સંદર્ભે વિચારો રજૂ કર્યા. હતા. પોતે સાધારણ વિધાર્થી માંથી IPS ઓફિસર સુધી ની તેમની સફર ની રજૂઆત કરી હતી.વિધાથીઓ ને પ્રશ્નોત્તરી કરી તેમના જવાબ આપ્યા હતા.. બાળલગ્ન તથા બાળકોને પડતી જાતીય સતામણી વિશે સમજ આપી હતી..આ શિબિરમાં પોલીસ વિભાગના પ્રોબેશન ડીવાયએસપી જે.ડી.કરાડિયા અને શહેર પોલીસના પી..આઇ.લાઠીયા દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન મળ્યું હતું..આ શિબિરમાં પોલીસ વિભાગ દ્વારા અબ્દુલ કુરેશીજી નુ જાતીય સતામણી અંતર્ગત સેમીનાર વીડિઓ દ્વારા યોજાયો હતો.આ શિબિર નું સંચાલન એમ્.વાય.હાઈસકુલ ના શિક્ષક હરીશ ચંદ્ર ખાંટ દ્વારા થયું હતું.. તથા સી.પી.ઓ ધમેન્દ્ર ભાઇ અગવાલ દ્વારા જીવન લક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું…